નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટ એટલી હદે પસંદ કરવામાં આવે છે કે, દેશે વિશ્વ ક્રિકેટને અનેક મહાન ખેલાડી આપ્યા છે. દેશના મહાન બેટ્સમેનોમાં સુનીલ ગાવસકરનું માન ગોલ્ડન અક્ષરમાં લખાયું છે. તેણે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં 10,000 રન સૌથી પહેલા બનાવવાનું ગૌરવ મળ્યું છે. એ સત્ય છે કે, બાદમાં વિશ્વના અનેક ખેલાડીઓએ આ સિદ્ધી મેળવી છે. પરંતુ જ્યારે પણ આ રેકોર્ડની વાત આવે છે ત્યારે સુનીલ ગાવસકરનું નામ જરૂર લેવામાં આવે છે.
માર્ચ 1987માં અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી હતી. ભારતના કેપ્ટન કપિલ દેવ અને પાકિસ્તાનના કેપ્ટન ઇમરાન ખાન હતા. પાકિસ્તાને ટોસ જીતી પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું. ભારત તરફથી ઓપનર સુનીલ ગાવસ્કર મેદાને હતા. તેમણે 58 રન કરતાં જ સ્ટેડિયમનો માહોલ બદલાઇ ગયો હતો. જે સાથે સુનિલ ગાવસ્કર દુનિયાના પહેલાં બેસ્ટમેન બની ગયા હતા, જેણે ટેસ્ટમાં 10 હજાર રન કર્યા હોય. તેમણે 124 ટેસ્ટમાં 212 ઇનિંગ રમી આ રેકોર્ડ કર્યો હતો. જે બાદ લોકોનો ઉત્સાહ એટલો હતો કે, આ રેકોર્ડ બાદ 20 મિનિટ સુધી રમત રોકવી પડી હતી. જે બાદ 63 રન બનાવી તેઓ આઉટ થયા હતા. જોકે, મેચ ડ્રો રહી હતી.
જોકે, અત્યાર સુધી 13 ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં 10 હજારથી વધુ રન બનાવી શક્યા છે. જેમાં સચિન તેંડુલકર (15921) સાથે ટોપ પર છે. ઉપરાંત રિકી પોંટીંગ (13378), જેક કાલિસ (13289), રાહુલ દ્વવિડ (13288), કુમાર સંગાકારા (12400), એલિસ્ટર કુક (12005), બ્રાયન લારા (11953), શિવનારાયણ ચંદ્રપોલ (11867), મહેલા જયવર્ધને (11814), એલન બોર્ડર (11174), સ્ટીવ વો (10927) અને યુનુસ ખાન (10099)નો સમાવેશ થાય છે.