Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
IND vs SA: આજથી ત્રીજી ટેસ્ટ, ભારત વ્હાઇટ વોશથી બચવા ઉતરશે મેદાનમાં
ભારતની સંભવિત ટીમઃ મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, કોહલી, રહાણે, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા આર અશ્વિન, ભુવનેશ્વર, ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત જોહાનિસબર્ગમાં અત્યાર સુધીમાં ચાર ટેસ્ટ મેચ રમ્યું છે અને તેમાં એકપણ ટેસ્ટમાં પરાજય થયો નથી. ત્રણ ટેસ્ટ ડ્રો અને એકમાં વિજય મેળવ્યો છે.
મેચ દરમિયાન પાંચ દિવસ થોડો-ઘણો વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે પ્રથમ બે દિવસ ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાઉથ આફ્રિકાની સંભવિત ટીમઃ ડીન એલ્ગર, માર્કરામ, હશિમ અમલા, એબી ડી વિલિયર્સ, ડુ પ્લેસિસ, ક્વિટોન ડી કોક, વર્નોન ફિલાન્ડર, ફેલુકવાયો, કાગિસો રબાડા, મોર્ને મોર્કેલ, લુંગી એંગિડી
જોહાનિસબર્ગઃ પ્રવાસી ભારત અને યજમાન સાઉથ આફ્રિકા વચ્ચે બુધવારથી ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શરૂ થશે. પ્રથમ અને બીજી ટેસ્ટ જીતીને સાઉથ આફ્રિકા શ્રેણી પહેલાથી જીતી ચૂક્યું છે. આજથી શરૂ થતી ત્રીજી ટેસ્ટ મેચ જીતીને આફ્રિકા ભારતનો વ્હાઇટ વોશ કરવા મેદાનમાં ઉતરશે, જ્યારે ભારત જીત અથવા ડ્રો કરવાનો પ્રયત્ન કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -