IPL 2018: ઇજાગ્રસ્ત હોવા છતાં બેટિંગ કરવા ઉતર્યો આ ખેલાડી, ડ્રેસિંગ રૂમમાંથી ધોનીએ આપી’તી સલાહ
કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ પછી સ્માઇલ આપીને પોતાની ખુશી જાહેર કરી. જ્યાં એક બાજુ આખી ટીમ ખુશ થઇ રહી હતી ત્યાં ધોનીના ચહેરા ઉપર જીતનો સંતોષ જોવા મળ્યો. આ બધી જ બાબતો ધોનીને દુનિયાના અન્ય કપ્તાનોથી બિલકુલ અલગ કરે છે. ધોનીએ મેચ પછી ડ્વેન બ્રાવોને જીતનો હીરો કરાર કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રકારે ધોનીના એક ઇશારાએ સીએસકેને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો. 3 બોલમાં સાત રનનો સ્કોર થઇ ગયો અને બે બોલ પર જીતવા માટે એક રન. પછીના બોલ ઉપર જાધવે ચોગ્ગો માર્યો અને સીએસકે મેચ પોતાના નામે કરી લીધી.
જોકે, જ્યારે પહેલાં 3 બોલ ઉપર કોઇ રન બન્યો નહીં, ત્યારે ધોનીની ચિંતા ઘણી વધી ગઇ હતી. તેણે ડ્રેસિંગ રૂમથી ઇશારો કર્યો કે જાધવ કઇ રીતે શોર્ટ રમે. પછીના બોલમાં જાધવ જમીન ઉપર પડી ગયો, પરંતું તે પહેલાં તેણે બોલને છક્કા માટે બાઉન્ડ્રી લાઇનની પાર પહોંચાડી દીધો.
ધોનીએ ડ્રેસિંગ રૂમમાંથી કંઇક ઇશારો કર્યો. તેના ઇશારાએ અચાનક આખા મેચની દિશા જ બદલી નાખી. 19માં ઓવરનો છેલ્લો બોલ ડ્વેન બ્રાવોના આઉટ થયા પછી ફરી સીએસકે ઉપર દબાવ આવી ચૂક્યો હતો. પરંતું ધોનીના એક ઇશારાએ બધું જ બદલી નાખ્યું.
છેલ્લી ઓવર હતી, સીએસકેની છેલ્લી વિકેટ હતી અને જીતવા માટે સાત રનની જરૂર હતી. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી મુસ્તફિજુર રહી બોલિંગ કરી રહ્યો હતો. પહેલાં 3 બોલમાં જ્યારે કોઇ રન બન્યો નહીં, ત્યારે ધોનીના ચહેરા ઉપર ચિંતા સાફ જોવા મળી રહી હતી.
નવી દિલ્હીઃ ડ્વેન બ્રાવોના 30 બોલમાં 68 રન અને મેચ દરમિયાન ઘાયલ થવાં છતાં બેટિંગ માટે મેદાનમાં ઉતાર કેદાર જાધવના મહત્ત્વપૂર્ણ રનની મદદતી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-11ના પ્રથમ રોમાચંક મેચમાં મુંબઈ ઇન્ડિયનેસ એક બોલ બાકી હતો ત્યારે એક વિટેકથી હાર આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -