પુડુચેરીઃ ક્રિકેટ એક એવી રમત ચે જેમાં અવારનવાર કોઈને કોઈ રોચક કારનામું જોવા મળતું હોય છે. જોકે મેચમાં મજા ત્યારે આવે છે જ્યારે મેચ રમનારી ટીબ બરાબરીની હોય. પરંતુ ઘણી વખત મેચ એકતરફી થઈ જાય છે. આવી જ એક ટી20 મેચમાં થયું છે. મિઝોર અને મધ્ય દેશની મહિલા ક્રિકેટ ટીમની વચ્ચે રમાયેલ મેચમાં મિઝોરમ માત્ર 9 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને જીતવા માટે જરૂરી 10 રનનો ટાર્ગેટ મધ્ય પ્રદેશે માત્ર એક ઓવર એટલે કે 6 બોલમાં મેળવી લીધો હતો.
મિઝોરમની ટીમ 1.5 ઓવરમાં ફક્ત 9 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન મિઝોરમના 9 પ્લેયર્સ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જવાબમાં મધ્ય પ્રદેશની ટીમે ફક્ત 1 ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો.
મધ્ય પ્રદેશ માટે તરંગ ઝાએ 24 બોલમાં 23 બોલ ડોટ બોલ નાખ્યા હતા. તેને ચાર વિકેટ મળી હતી. મિઝોરમ તરફથી અપુર્વા ભારદ્વાજે સૌથી વધારે 6 રન બનાવ્યા હતા. મિઝોરમના ખાતામાં બાકી 3 રન એકસ્ટ્રાના આવ્યા હતા. આ જ વર્ષે મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચીનની ટીમ યૂએઈ સામે ફક્ત 14 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.