મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કરી મુલાકાત, શું મળ્યો જવાબ, જાણો
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈના એન્ટી કરપ્શન યૂનિટે કાલે શમીને તેની પત્ની દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો પર ક્લિનચિટ આપી દિધી છે. ત્યારબાદ બોર્ડે તેના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટને મંજૂરી આપી દિધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ શુક્રવારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બંગાળ વિધાનસભામાં મુલાકાત કરી હતી. હસીન જહાંએ કહ્યું મુખ્યમંત્રીએ તેની સાથે વિસ્તારથી વાત કરી અને તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ તેની સમસ્યાનો ઉકેલ લાવશે.
આ પહેલા હસીન જહાં સોમવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત આવાસ પર ગઈ, જ્યાં તેણે મુલાકાત માટે સમય માંગવા એક પત્ર પણ આપ્યો. ત્યારબાદ મેજિસ્ટ્રેટ પાસે પોતાનું નિવેદન રેર્કોડ કરાવ્યા બાદ હસીને મમતા બેનર્જીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
હસીને કહ્યં, મુખ્યમંત્રીને હું વિનંતી કરૂ છુ કે મેડમ મારી લડાઈ સત્ય માટે છે. મારા પર અત્યાચાર કરવામાં આવ્યો છે. મારો કોઈ ભૂલ નથી. હું તમને સર્મથન માટે નથી કહી રહી, પરંતુ મારી તમને વિનંતી છે કે સત્ય માટે મારી આ લડાઈ પર આપ ધ્યાન આપજો.
હસીને કહ્યું તે મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે કોઈ મદદ નથી માંગતી, પરંતુ તે ઈચ્છે છે કે તેઓ આ મામલે ઘ્યાન આપે, કારણ કે તે સચ્ચાઈ માટે લડી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -