ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની થોડી જ ટિકિટ બાકી રહી, જલ્દી કરો....
વર્લ્ડ કપની શૂઆત 30 મેના રોજ ધ ઓવલમાં સાઉથ આફ્રીકા વિરૂદ્ધ રમાશે અને ફાઈનલ 14 જુલાઈના રોજ લોર્ડ્સમાં રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈસીસી અને એક ભારતીય બીયર બ્રાન્ડ વચ્ચે ભાગીદારીની જાહેરાત બાદ જેમીસને પીટીઆઈને જણાવ્યું કે, વર્લ્ડ કપની મોટાભાગની મેચની ટિકિટ વેચાઈ ગઈ છે. મને લાગે છે કે, અમારી પાસે માત્ર 3500 જેટલી જ ટિકિટ બચી છે. આ દર્શાવે છે કે લોકો વર્લ્ડ કપમાં પહેલા કરતાં વધારે રસ દાખવી રહ્યા છે.
જેમીસને જણાવ્યું કે, 30 મેથી 14 જુલાઈ સુધી બ્રિટેનમાં રમાનાર ટૂર્નામેન્ટની મોટાભાગની ટિકિટ વેચાઈ ગઈ છે. વર્લ્ડ કપમાં કુલ 48 મેચ રમાશે જેમાંથી ભારતના તમામ મેચની ટિકિટ વેચાઈ ગઈ છે જેમાં 16 જૂનના રોડ ઓલ્ડ ટ્રેફર્ડમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમાનાર મેચ પણ સામેલ છે. ભારત પાકિસ્તાનનો મેચ આમ તો હાઈ વોલ્ટેજ મેચ હોય છે પરંતુ ટીમ ઇન્ડિયાના તમામ મેચની ટિકિટ્સ આટલી વહેલી વેચાઈ જવી દર્શાવે છે કે ભારતની પોપ્યુલારિટી કેટલી છે.
નવી દિલ્હીઃ વર્ષ 2019માં ઇંગ્લેન્ડમાં રમાનાર આઈસીસી વર્લ્ડ કપને આડે હજુ ઘણાં મહિના બાકી છે પરંતુ તેને જોવા માટે હવે ટિકિટ્સ વધારે બચી નથી. આઈસીસીના પ્રોફેશનલ જનરલ મેનેજર કેમ્પબેલ અનુસાર ઇંગ્લેન્ડમાં 2019માં રમાનાર વર્લ્ડ કપ માટે કુલ હવે માત્ર 3500 જેટલી જ ટિકિટ બચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -