કોલકાતા: ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની હાલ ક્રિકેટથી દૂર છે પણ તે સતત કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ વખતે અહેવાલ છે કે એમએસ ધોનીનો સામાન કોલકાતાના એરપોર્ટથી ગાયબ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એમએસ ધોનીનો સામાન અજાણથી કોઈ બીજો યાત્રી લઈ ગયો હતો. ધોનીને પહેલા આ વાતની ખબર ન હતી પણ પછી તેને આ જાણકારી એરલાઇન કંપનીને આપી હતી.

સૂત્રોનું માનીએ તો ધોનીનો સામાન એરલાઈનના કર્મચારીએ ભૂલથી કોઈ બીજી વ્યક્તિને આપી દીધો. કથિત રીતે ધોની નવી દિલ્હીથી કોલકત્તા માટે રવાના થયો. દિલ્હી એરપોર્ટથી ઉડાન ભર્યા પછી ધોની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેના સામાનની અદલા બદલીની જાણકારી મળી હતી.

એરલાઈન્સને જ્યારે આ ઘટનાની જાણકારી થઈ ત્યારે તાત્કાલીક માફી માંગી લીધી. ધોની જેવા ધોનીનો સામાન જો બદલાઈ જાય તો સમજો કેટલી હદે ત્યાંનુ મેનેજમેન્ટ ખરાબ હશે તેમ કહી શકાય. જો કે કંપનીએ તાત્કાલીક માહિતી મળતાની સાથે જ બીજા પેસેન્જરને કહ્યુ કે ભાઈ તમારો સામાન ભૂલથી ધોની પાસે પહોંચ્યો છે અને ધોનીનો સામાન તમારી પાસે છે. થોડાક કલાકો પછી ધોનીનો સામાન તેની પાસે પાછો આવી ગયો હતો. કંપનીએ કબુલ્યુ કે તેના કર્મચારીની મિસમેનેજમેન્ટના કારણે મુસાફરોને આવી તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. કેમકે સામાન બદલાઈ જવા એ ખુબજ ખરાબ મેનેજમેન્ટ કહી શકાય.

મીડિયાએ જ્યારે એરલાઇન કંપની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આટલું જ નહીં કંપનીએ તો પોતાની ભૂલ હોવાનો પણ ઇન્કાર કર્યો હતો.

એમએસ ધોની વર્લ્ડ કપ પછી ક્રિકેટના મેદાનમાંથી દૂર છે. હાલમાં ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતુંકે ધોની જ્યારે ઇચ્છે ત્યારે વાપસી કરી શકે છે. તેને કોણ રોકી શકે છે. ધોનીએ પણ કહ્યું છે કે જાન્યુઆરી સુધી તે કોઈ મેચ રમશે નહીં.