ધોનીના મતે ક્યો પાકિસ્તાની બોલર સામે રમવામાં તેને વળી જતો પરસેવો ? જાણો વિગત
પરંતુ પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીનો જવાબ બધા કરતા અલગ હતો. વિલકિન્સે ધોનીને ડકવર્થ-લૂઈસ નિયમને લઈને અમુક સવાલો કર્યો હતો. જેનો ધોનીએ જોરદાર આપ્યા હતા. ધોનીએ કહ્યું, આઈસીસીને પણ આ નિયમ કેવી રીતે કામ કરે છે તેના વિશે પણ ખબર નથી. વરસાદવાળી મેચોમાં સ્કોરની ગણતરી ડકવર્થ-લુઈસ નિયમ પ્રમાણે કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે પાકે ફૈસલાબાદમાં વર્ષ 2006માં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં મહેંદ્ર સિંહ ધોની અને શોએબ અખ્તર જબરદસ્ત આમને સામને આવી ગયા હતા. ધોનીએ અખ્તરની એક ઓવરમાં 26 રન જોડ્યા હતા. આ ધોનીના કરિયરની પહેલી ટેસ્ટ હતી. તમને જણાવી દઈએ કે ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 2013ની ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ભારતનો આગામી મુકાબલો 8 જૂને ઓવલના મેદાન પર શ્રીલંકા સામે રમાશે. જો આ મેચ ભારત જીતી જશે તો સેમીફાઈનલમાં પ્રવેશ કરી દેશે..
ધોનીને બીજો સવાલ કરવામાં આવ્યો હતો કે ક્યા ઝડપી બોલર સામે રમવામાં મુશ્કેલી પડે છે. તેના જવાબમાં મહેંદ્ર સિંહ ધોનીએ રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તરનું નામ આપ્યું હતું. ભારતના સૌથી સફળ કેપ્ટનને કહ્યું, મારા આખા કરિયરમાં શોએબ અખ્તર વિરુદ્ધ રમવામાં સૌથી વધુ મુશ્કેલી પડી હતી.
નવી દિલ્લી: ઈંગ્લેડમાં રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનને કારમી હાર આપ્યા પછી ટીમ ઈંડિયા વિરાટ કોહલીના ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક સમારાહોમાં પહોંચી હતી. આ કાર્યક્રમ માનવ તસ્કરી વિરુદ્ધ કામ કરનાર સંસ્થા માટે ફંડ ભેગું કરવાનો કાર્યક્રમ હતો. આ સમારોહમાં જાણીતા હોસ્ટ એલન વિલકિન્સે ભારતીય ખેલાડીઓને અમુક સવાલ પૂછ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -