હાલમાં આઈપીએલની તૈયારી માટે ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્ત થયો હોય પરંતુ આઈપીએલના માધ્યમથી તે ક્રિકેટ ફેન્સ સાથે સંકળાયેલો રહેશે.
નિવૃત્તિ અંગે ન તો ધોનીએ કે ન તો બોર્ડે કોઈ નિવેદન આપ્યું હતું. 15 ઓગ્સ્ટે ધોનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોનીના આ નિર્ણય પર બોર્ડ કહ્યું હતું કે, એક યુગનો અંત આવી ગયો છે. તેના આ નિર્ણય પર ફિલ્મ જગતની સેલિબ્રિટી અને રાજનેતાએ પણ ટ્વિટ કર્યા હતા.
ધોનીએ 23 ડિસેમ્બર, 2004માં બાંગ્લાદેશ સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે 2 ડિસેમ્બર, 2005માં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. 1 ડિસેમ્બર, 2006માં સાઉથ આફ્રિકા સામે તેણે ટી-20 ડેબ્યૂ કર્યું હતું.
ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે.
ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.
પૂર્વ ક્રિકેટર અને યુપી સરકારના મંત્રી ચેતન ચૌહાણનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હતા હોસ્પિટલમાં
Suresh Raina Retirement: સુરેશ રૈનાએ નિવૃત્તિ બાદ શું લખ્યો ઈમોશનલ પત્ર, જાણો વિગત
અમેરિકન એક્સપર્ટ ફાઉસીનો દાવો, કોરોનાનો સામનો કરવા અડધી પ્રભાવી રસી જ પૂરતી રહેશે