નવી દિલ્હીઃ સંસદનું મોનસૂન સત્ર આગામી થોડા દિવસોમાં શરૂ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, રાજ્યસભા ચેરમેને ઓગસ્ટના ત્રીજા સપ્તાહ સુધીમાં તમામ તૈયારી પૂર્ણ કરવા દિશા નિર્દેશ આપ્યો છે. સામાન્ય રીતે આ સત્ર જુલાઈના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ જતું હતું અને મધ્ય ઓગસ્ટ સુધી ચાલતું હતું. પરંતુ આ વખતે કોરોના કાળના કારણે સત્રમાં વિલંબ થયો છે. કોઈપણ જાતના વિક્ષેપ વગર સત્ર પૂરું કરી શકાય તે માટે લોકસભા અને રાજ્યસભા સચિવાલયમાં સત્ર ચલાવવા માટેની તૈયારી લગભગ પૂરી કરી લેવામાં આવી છે.


ગૃહની કાર્યવાહીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે તૈયારી કરવામાં આવી રહી છે. જે મુજબ રાજ્યસભા ચેમ્બરની અંદર 4 મોટી સ્ક્રીન અને તેની સાથે અલગ અલગ 4 ગેલેરીમાં 6 નાની સ્ક્રીન લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ રીતે સંસદના બંને ગૃહોને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટેંસિંગનું યોગ્ય રીતે પાલન થઈ શકે તેને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવી રહ્યું છે.

ગત મહિને લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના ચેરમેન વચ્ચે થયેલી બેઠકમાં સંસદના બંને ગૃહોનો ઉપયોગ સત્ર દરમિયાન કરવાનું નક્કી થયું હતું. રાજ્યસભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે રાજ્યસભા ચેમ્બર અને ગેલેરીની સાથે લોકસભા ચેમ્બર્સનો પણ ઉપયોગ કરી શકાશે. જે અંતર્ગત 60 સભ્યોને ચેમ્બરમાં અને 51 સભ્યોને રાજ્યસભાની ગેલેરીમાં બેસાડવામાં આવશે. જ્યારે બાકીના 132 સભ્યોને લોકસભા ચેમ્બરમાં બેસાડવામાં આવશે.



અલગ અલગ પાર્ટીઓના સભ્યોને રાજ્યસભા ચેમ્બર અને ગેલેરીમાં સ્થાન આપવામાં આવશે. ઉપરાંત અન્ય સભ્યોને લોકસભા ચેમ્બરમાં બેસાડવામાં આવશે. રાજ્યસભામાં પ્રધાનમંત્રી, નેતા વિપક્ષ સહિત અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓની સીટ ફિક્સ હશે.

એર કંડીશનરમાં અલ્ટ્રાવાયોલેટ કીટાણુનાશક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાશે, જેનાથી અનેક પ્રકારના વાયરસને હવામાં ફેલાતા રોકી શકાશે. પત્રકારોને વિદેશી મહેમાનો માટે રિઝર્વ સીટ પર સ્થાન આપવામાં આવશે. આ દરમિયાન સંસદના સભ્ય કાગળ અને દસ્તાવેજોનો ઓછામાં ઓછો ઉપયોગ કરે તેવી કોશિશ કરવામાં આવશે.

અમેરિકન એક્સપર્ટ ફાઉસીનો દાવો, કોરોનાનો સામનો કરવા અડધી પ્રભાવી રસી જ પૂરતી રહેશે

સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં એક જ હોસ્પિટલમાં કોરોનાથી 15 દર્દીનાં મોત થતાં ખળભળાટ, 23 કેદીના રીપોર્ટ પણ પોઝિટિવ