શું મહેન્દ્ર સિંહ ધોનીની T-20 કારકિર્દી ખત્મ થઈ ગઈ? સિલેક્ટર્સે આપ્યો આ જવાબ
ધોનીની જગ્યાએ રિષભ પંતને વિકેટકીપર તરીકે લેવામાં આવસે. જ્યારે ટેસ્ટમાં પંત ઉપરાંત પાર્થિવ પટેલને પણ વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સાથે 21 નવેમ્બરથી ત્રણ ટી-20 મેચ રમાશે, ત્યાર બાદ ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચની સીરીઝ રમવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વેસ્ટઇન્ડીઝ સાથે ભારતમાં રમાનારી ટી20 મેચ માટે પસંદ કરવામાં આવેલ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. શુક્રવારે ટીમની જાહેરાતમાં વેસ્ટઇન્ડીઝ સાથે ઘરેલુ મેદાન પર અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વિદેશમાં રમાનારી ટી-20 મેચ માટેની ભારતીય ટીમમાં પણ ધોનીને સ્થાન આપવામાં આવ્યું નથી.
એક અન્ય મોટા નિર્ણયમાં કેપ્ટન વિરાટ કોહલીને વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ટી-20 મેચમાં આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શુક્રવારે મોડી સાંજે એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમિતિએ કહ્યું કે, ધોનીને આરામ આપવામાં આવ્યો છે અને ભારત હવે બીજા વિકેટકીપરની જગ્યા ભરવા પર ધ્યાન આપી રહી છે. ભારતે 2007માં ધોનીની કેપ્ટનશીપમાં ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ જ્યારે એ પૂછવામાં આવ્યું કે ધોનીની ટી-20 કારકિર્દી ખત્મ થઈ ગઈ છે, તો પ્રસાદે જવાબ આપ્યો- હજુ નહીં. પ્રસાદે કહ્યું, અમે બીજા વિકેટકીપરની જગ્યા માટે અન્ય કીપરોને પારખવા માગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -