ક્યારે કોની સામે કર્યુ ડેબ્યૂ
ધોનીએ 23 ડિસેમ્બર, 2004માં બાંગ્લાદેશ સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે 2 ડિસેમ્બર, 2005માં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. 1 ડિસેમ્બર, 2006માં સાઉથ આફ્રિકા સામે તેણે ટી-20 ડેબ્યૂ કર્યું હતું.
ક્યારે રમ્યો અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ
ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલા જ સંન્યાસ લઈ ચુક્યો છે. તે ભારત તરફથી અંતિમ ટેસ્ટ ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં રમ્યો હતો. અંતિમ વન ડે વર્લ્ડકપ 2019ની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. જ્યારે અંતિમ ટી-20 મેચ 2019માં ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં રમ્યો હતો.
કેપ્ટન તરીકે ધોનીનો આ રેકોર્ડ તોડવો છે મુશ્કેલ
ICCની ત્રણ મોટી ટ્રોફી જીતી હોય તેવો ધોની ક્રિકેટ વર્લ્ડનો એકમાત્ર એવો કેપ્ટન છે. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2007, ક્રિકેટ વર્લ્ડકપ 2011 અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી ચુક્યું છે. આ ઉપરાંત ભારતને 2009માં પ્રથમ વખત ટેસ્ટમાં નંબર-1 પણ ધોનીએ જ બનાવ્યું હતું.
ધોનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર એક નજર
ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.