ન્યૂઝિલેન્ડની ક્રિકેટ ટીમમાં થઈ મુંબઈમાં જન્મેલા પટેલની પસંદગી, પાકિસ્તાન સામે કરશે ડેબ્યૂ, જાણો વિગત
ન્યૂઝિલેન્ડની T20 ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), માર્ક ચાપમેન, કોલિન ડી ગ્રેંડહોમ, કોરી એન્ડરસન, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, એડમ મિલને, કોલિન મુનરો, સેથ રૈંસ, ટિમ સીફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉથી, રોસ ટેલર, ગ્લેન ફિલિપ્સ, એજાઝ પટેલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝિલેન્ડ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટડે કહ્યું કે, મેચમાં સ્પિન બોલરની મહત્વની ભૂમિકા હોય છે. અમે ભાગ્યાશાળી છીએ કે એજાઝ છેલ્લા એક મહિનાથી ન્યૂઝિલેન્ડ-એ ટીમની સાથે રમી રહ્યો છે અને ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ સ્થિતિમાં અમે તને સીનિયર ટીમમાં મોકો આપવા માંગીએ છીએ.
2015થી સતત સર્વાધિક વિકેટ લેનારા સ્પિનર એજાઝે પાકિસ્તાન-એ સામે ટી-20 સીરિઝમાં ટીમની જીતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેને સીનયિર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુંબઈમાં જન્મેલો એજાઝ ન્યૂઝિલેન્ડની ડોમેસ્ટિક ટીમ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ તરફથી રમે છે. તેને ગત વર્ષે સર્વશ્રેષ્ઠ ઘરેલુ ક્રિકેટરનો ખિતાબ મળ્યો હતો.
ઓકલેન્ડઃ પાકિસ્તાન સામે ત્રણ મેચની T20 સીરિઝ માટે ન્યૂઝિલેન્ડની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય મૂળના એજાઝ પટેલને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -