મુંબઇ: આઇપીએલ-11ના 50મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની સામે મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 186 રન બનાવી. પંજાબને 187 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ પહેલા પંજાબે ટોસ જીતી પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
મુંબઈ તરફથી કીરોન પોલાર્ડે 50 અને કૃણાલ પંડ્યા 32 રન સાથે 65 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારે બીજી તરફ પંજાબ તરફથી એંડ્ર્યૂ ટાયએ 4 ઓવરમાં 16 રન આપી 4 વિકેટ ઝડપી હતી, પરંતુ મુંબઈ પડકારજનક સ્કોર બનાવવા સફળ રહી.