મુંબઇઃ દેશની આર્થિક રાજધાની મુંબઇની નજીક આવેલા વિરાર વિસ્તારમાં આર્થિક તંગીના કારણે ત્રાસી ગયેલા ક્રિકેટના એક ઉભરતા સિતારાએ પોતાની માતા સાથે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. ક્રિકેટર વિનય પ્રકાશ ચૌગલેનું સપનું હતું કે, તે ક્રિકેટની દુનિયામાં પોતાનુ નામ કમાય પણ આર્થિક તંગી અને બેરોજગારીના કારણે સપનું પુરુ થઇ શક્યુ નહીં, અને તેને આત્મહત્યાનું પગલુ ભરી લીધુ હતું.

વિરારના નારંગી પરિસરમાં આવેલા સાઇ હેરિટેજ ઇમારતમાં રહેનારા આ 25 વર્ષીય વિનય પ્રકાશ ચૌગલેએ પોતાની 42 વર્ષીય માતા સરસ્વતી ચૌગલેની સાથે ઘરમાં જ ઝેરી દવા પીને આત્માહત્યા કરી લીધી હતી. જોકે, વિનયના પિતાની મૃત્યુ પહેલા જ થઇ ગઇ હતી, એટલા માટે તમામ જવાબદારી વિનય પર જ આવી પડી હતી. વિનય કોઇ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો.

વિનયના મિત્રોનું કહેવું હતું કે, વિનય એક સારો ક્રિકેટર હતો અને સાઇબી ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમતો હતો.