ભારતનો આ ક્રિકેટર માત્ર એક કાનથી જ સાંભળી શકે છે
વોશિંગ્ટન સુંદર બોલિંગ સાથે સાથે શાનદાર બેટિંગ પણ કરે છે.આ વર્ષે તમિલનાડુ પ્રમિયર લીગમાં તેણે સતત 4 અર્ધી સદી ફટકારી હતી. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓમાં શામેલ હતો. તમિલનાડુના 18 વર્ષના વોશિંગ્ટન આ વાતથી રાહત અનુભવી રહ્યો છે કે તેણે યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. જ્યારે બે મહિના પહેલા તે આ ટેસ્ટમાં ફેઈલ રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેન્નઈઃ શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલ વોશિંગ્ટન સુંદરની ટીમમાં પસંદગી બાદ પિતા અને પૂર્વ કોચોનો આભાર માન્યો હતો. સુંદરે ડાબોડી બેટિંગ કરે છે અને લેફ્ટ આર્મ ઓફ સ્પિન બોલિંગ કરે છે. તેને ચાલુ વર્ષની શરૂમાં આઈપીએલ 10માં રાઈઝિંગ પુણે સુપરજાઈન્ટ્માં ઘાયલ રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારથી તેણે પાછુ વળીને જોયું નથી અને જ્યારે પણ તેને તક મળી ત્યારે તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.
વોશિંગ્ટન સુંદરે પોતાની એક કમજોરી હોવા છતા ટીમ ઈન્ડિયા સુધીનું સફર કાપ્યું. સુંદર એક કાનથી સાંભળી શકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે વોશિંગ્ટનને એક કાનથી સંભળાતું નથી. સુંદર જ્યારે 4-5 વર્ષનો હતો ત્યારેથી તેણે પોતાની આ કમજોરી વિશે માતા-પિતાને જણાવ્યું. આ પછી તે ડોક્ટર પાસે ગયો પરંતુ તેનો ઈલાજ ન થયો. વોશિંગ્ટન પોતાની આ ખામી સાથે જ હવે શ્રીલંકા સામે રમાનારી ટી-20 સીરીઝમાં ભારતીય ટીમનો હિસ્સો બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -