આ અગાઉ ત્રીજી ટી-20 મેચ પણ ટાઇ થઇ હતી જેમાં સુપર ઓવરથી ભારતે મેચ જીતી લીધી હતી. ન્યૂઝિલેન્ડને સુપર ઓવરમાં મળેલી હાર શરમજનક તો હતી જ સાથે એક ખરાબ રેકોર્ડ પણ આ ટીમના નામે નોંધાયો છે.
ભારત સામેની વેલિંગ્ટનમાં પાંચ મેચની સિરીઝમાં ચોથી મેચમાં હારનો સામનો કર્યો અને આ ન્યૂઝિલેન્ડની 64મી હાર હતી. ન્યૂઝિલેન્ડની ટીમે અંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પોતાની 64મી મેચમાં હાર મેળવી અને સૌથી વઘારે મેચ હારનાર ટીમ બની ગઈ છે.શ્રીલંકાની ટીમે પણ 64 મેચમાં હારનો સામનો કર્યો છે. ન્યૂઝિલેન્ડ અને શ્રીલંકા મેચ હારવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ નંબર પર આવી ગયા છે. વેસ્ટઈન્ડિઝ 63 હાર સાથે બીજા ક્રમે છે જ્યારે 62 હાર સાથે બાગ્લાદેશ ત્રીજા સ્થાન પર છે. પાકિસ્તાન 57 હાર સાથે ચોથા ક્રમ પર છે.
ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા અને ન્યૂઝિલેન્ડને જીત માટે 166 રનની જરૂર હતી પરંતુ ન્યૂઝિલેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 165 રન બનાવી શકી હતી. જેના કારણે મેચ ટાઇ થઇ હતી.