નિદાહાસ ટ્રોફીઃ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, જાણો ક્યારે અને કઈ ચેનલ પર થશે પ્રસારણ?
મુશ્ફિકુર રહીમ કોઈપણ રાષ્ટ્ર સામે 7 કે તેથી વધુ મેચ રમનારો એક માત્ર વિકેટકિપર છે. આ ઉપરાંત તે ભારત સામેની 7 મેચમાં ક્યારેય 0 રને આઉટ થયો નથી, જે એક રેકોર્ડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત રવિવારે રમાનારી ટી-20 ફાઇનલ મેચ જીતશે તો સૌથી વધારે ટી-20 મેચ જીતનારી બીજી ટીમ બની જશે. હાલ પાકિસ્તાન 74 અને સાઉથ આફ્રિકા 60 ટી-20 મેચ જીત સાથે પ્રથમ અને બીજા ક્રમે છે.
જો ચહલ ટી-20 ફાઇનલ મેચમાં 3 કે તેથી વધુ વિકેટ ઝડપશે તો આશિષ નેહરાને પાછળ રાખીને ભારતીય બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને આવી જશે. નેહરા 34 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે ચહલ 32 વિકેટ સાથે ચોથા નંબર પર છે. અશ્વિન 52 વિકેટ સાથે પ્રથમ અને બુમરાહ 41 વિકેટ સાથે બીજા નંબર પર છે.
બાંગ્લાદેશ ભારત સામેની 7 મેચમાં 4 કેપ્ટન અજમાવી ચુક્યું છે. રવિવારની મેચમાં શાકિબ અલ હસન બાંગ્લાદેશનો 5મો કેપ્ટન હશે. જ્યારે ભારતે માત્ર ધોની અને રોહિત શર્મા એમ બે જ કેપ્ટન અજમાવ્યા છે.
કોલંબોઃ નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. શ્રીલંકા સામે પ્રથમ મેચ હાર્યા બાદ બાકીની ત્રણેય મેચ જીતીને ટીમ ઈન્ડિયા સરળતાથી ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે બાંગ્લાદેશે શ્રીલંકાને બંને મેચોમાં હાર આપીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.
રવિવારે સાંજે 7 કલાકથી ડીડી સ્પોર્ટ, ડીસ્પોર્ટ અને રિસ્તે સિનેપ્લેક્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. રિસ્તે સિનેપ્લેક્સ અને સિનેપ્લેક્સ એચડી પર હિંદી કોમેન્ટ્રી સાથે લાઈવ પ્રસારણ થશે.
જે ક્રિકેટ ચાહકો નિદાહાસ ટ્રોફી 2018 લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન જોવા માગે છે, તે ડીસ્પોર્ટની સત્તાવાર વેબસાઈટ પર તથા Jio TV live app પર જોઈ શકશે.
ભારતના ટી-20 સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન સુરેશ રૈના 1 રન બનાવતાં જ ટી-20 ક્રિકેટમાં 1500 રન બનાવવાની સિદ્ધી મેળવનારો વિશ્વનો 15મો ખેલાડી બની જશે. ભારતના વિરાટ કોહલી (1983 રન) અને રોહિત શર્મા (1796 રન) આ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.
ફાઇનલ મેચમાં ભારત પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરી શકે છે. મોહમ્મદ સીરાઝના બદલે ઉનડકટનો ફરી ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 7 ટી-20 રમાઇ છે. તમામમાં ભારતનો વિજય થયો છે. વિશ્વની કોઇપણ ટીમ સામે ભારતનો આટલો સારો ટી-20 રેકોર્ડ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -