ભારત મંગળવારથી રમશે વન-ડે ક્રિકેટ ત્રિકોણીય શ્રેણી, લાઈવ ટેલીકાસ્ટ કરનારી ચેનલનું નામ જાણીને લાગી જશે આંચકો, જાણો વિગત
જે ક્રિકેટ ચાહકોને નિડાહાસ ટ્રોફી 2018 લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન જોવા માગે છે, તે ડીસ્પોર્ટની સત્તાવાર વેબસાઈટ પર તથા Jio TV live app પર જોઈ શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ટી-20 ત્રિકોણીય શ્રેણી રમશે. 6 માર્ચથી ત્રિકોણીય વન-ડે શ્રેણી શરૂ થઈ રહી છે, જેમાં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ ભાગ લેશે. આ સીરીઝની કુલ સાત મેચ રમાશે. સીરીઝમાં પહેલી મેચ ભારત અને યજમાન શ્રીલંકાની વચ્ચે રમાશે, ટૂર્નામેન્ટની ફાઇનલ 18 માર્ચે રવિવારના દિવસે રમાશે. ત્યારે આ મેચનું લાઈવ પ્રસારણ કેટલીક ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.
ટીમ ઇન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકિપર) દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત
મેચનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે. તમામ મેચો 7 વાગે રમાશે. પ્રથમ મેચ 6 માર્ચ ભારત Vs શ્રીલંકા, બીજી મેચ 8 માર્ચ બાંગ્લાદેશ vs ભારત, ત્રીજી મેચ 10 માર્ચ શ્રીલંકા vs બાંગ્લાદેશ, ચોથી મેચ 12 માર્ચ- શ્રીલંકા vs ભારત, પાંચમી મેચ 14 માર્ચ - બાંગ્લાદેશ vs ભારત, છઠ્ઠી મેચ 16 માર્ચ - શ્રીલંકા vs ભારત, અને ફાઈનલ મેચ 18 માર્ચે રમાશે.
ડીડી સ્પોર્ટ, ડીસ્પોર્ટ અને રીસ્તે સિનેપ્લેક્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. ડીસ્પોર્ટ ચેનલ રિસ્તે સિનેપ્લેક્સ અને સિનેપ્લેક્સ એચડી પર હિંદી કોમેન્ટ્રી સાથે લાઈવ પ્રસારણ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -