Nidahas Trophy: રસાકસીવાળી મેચની છેલ્લી ઓવરમાં શ્રીલંકા અને બાંગ્લાદેશના ક્રિકેટરો કેમ ઝઘડ્યા, પછી શું થયું, જાણો કારણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચ રેફરી ક્રિસ બ્રોડ, ફીલ્ડ અમ્પાયર રૂચિરા પલ્લિયાગુરુગે અને રવિન્દ્ર વિમલસિરી આ મામલા પર એક્શન લઈ શકે છે.
જોકે જીત બાદ શાકિબ અલ હસન અને મહમુદુલ્લાહ પોતાના ખેલાડીઓને સંભાળતો દેખાયો હતો.
મેચ ખતમ થયા બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે ઝઘડો કરતાં જોવા મળ્યા હતાં. બાંગ્લાદેશી ક્રિકેટરોએ લાંબા સમય સુધી મેદાન પર જશ્નના રૂપમાં નાગિન ડાન્સ પણ કર્યો હતો.
જ્યારે બંને બેટ્સમેન પાછા ક્રીઝ પર પહોંચ્યા તો બંને ખેલાડીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો હતો. મહમુદુલ્લાહએ ઓવરના ત્રીજા બોલે ચોગ્ગો, ચોથા બોલે 2 રન અને 5માં બોલ પર છગ્ગો ફટકારીને બાંગ્લાદેશને એક બોલ પહેલા જીત અપાવી દીધી હતી. બાંગ્લાદેશની ટીમ રવિવારે ભારત સામે 18 માર્ચે ફાઈનલ મુકાબલો રમશે.
છગ્ગો ફટકારીને બાંગ્લાદેશને જીત અપાવનારા મહમુદુલ્લાહે મેચ બાદ જણાવ્યું હતું કે, છેલ્લી ઓવરની શરૂઆતમાં બે બોલ ખંભાની ઉપરથી ગયા છતાં અમ્પાયરે નોબોલ ન આપ્યો. તેના કારણે અમે વિરોધ કર્યો. જણાવી દઈએ કે આ ઓવર ઉદાના ફેંકી રહ્યો હતો. આ ઘટના બાદ બાંગ્લાદેશને જીત માટે 4 બોલમાં 12 રન જોઈતા હતા.
ક્રિકેટરો વચ્ચે તકરાર થતાં લગભગ 5 મિનિટ સુધી ચાલેલા આ ઘટના ક્રમનો પૂર્વ બાંગ્લાદેશી ક્રિકેટર ખાલિદ મહેમૂદે અંત લાવ્યો હતો. તેના સમજાવવા બાદ શાકિબે પોતાના ખેલાડીઓને રમવા માટે પાછા ગ્રાઉન્ડમાં મોકલ્યા હતાં. જો બાંગ્લાદેશી બેટ્સમેન બેટિંગ માટે ન આવી હોત તો ટૂર્નામેન્ટથી ડિસક્વોલિફાઈ કરી દેવામાં આવેત અને શ્રીલંકા ફાઈનલમાં પહોંચી જાત.
કોલંબો: કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા હજારો દર્શકો તે સમયે દંગ રહી ગયા જ્યારે નિદાહાસ ટ્રોફીના છઠ્ઠા મુકાબલામાં છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને અચાનક પોતાના ખેલાડીઓને પરત પેવેલિયન બોલાવવા લાગ્યો. એટલું જ નહીં આ દરમિયાન બાંગ્લાદેશી અને શ્રીલંકન ક્રિકેટર્સ વચ્ચે તકરાર પણ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -