Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કઈ રીતે છેલ્લા બોલ પર ફટકારી સિક્સર? દિનેશ કાર્તિકે જીત બાદ શું બોલ્યો? જાણો વિગત
દિનેશ કાર્તિક જ્યારે મેદાનમાં આવ્યો ત્યારે ભારતને જીતવા 12 બોલમાં 34 રનની જરૂર હતી. કાર્તિકે વિસ્ફોટક બેટિંગ કરતાં માત્ર 8 બોલમાં 29 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતને એકાલ્પનિક જીત મળી હતી. તેના આ દેખાવ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર્તિકે કહ્યું હતું કે, હું ઘણાં સમયથી બેટ સ્વિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને આજે તેનું પરિણામ જોવાઈ ગયું. મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીમાં ભારતીય ટીમના વિકેટકીપરની ભૂમિકા ભજવનારો તમિલનાડુનો આ બેટ્સમેને જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવું એક મુશ્કેલ પડકાર છે અને જ્યારે પણ તમને આ તક મળે તેનો લાભ લઈ લેવો જોઈએ.
પોતાની બેટિંગ વિષે કાર્તિકે જણાવ્યું હતું કે, મને સમજાઈ ગયું હતું કે આ વિકેટ પર બેટિંગ કરવી સરળ નથી. મુસ્તફિઝુર રહમાને 18મી ઓવરમાં બસ એક જ રન આપ્યો અને મનીષ પાંડેની વિકેટ લીધી. જે રીતે તેણે ઓવર આપી મને સમાજાઈ ગયું કે મારે જતાની સાથે જ શોટ ફટકારવા પડશે અને નસીબથી અમુક બોલ એવી રીતે આવ્યા કે હું શોટ મારી શક્યો.
કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં જીત પછી મેન ઓફ ધ મેચ જાહેર થયેલા દિનેશ કાર્તિકે જણાવ્યું હતું કે, હું મારા પર્ફોમન્સથી અત્યંત ખુશ છું. ટીમના યુવા ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. અમે આખી ટૂર્નામેન્ટમાં સારી ગેમ રમી, જો ફાઈનલ હારી જતાં તો ટૂર્નામેન્ટની અમારી મહેનત સાથે અન્યાય થતો.
ભારતને જીતવા માટે 1 બોલમાં 5 રન જોઈતા હતા અને કાર્તિકે સૌમ્ય સરકારના બોલ પર સિક્સર ફટકારીને ભારત માટે અશક્ય લાગતી જીત શક્ય બનાવી દીધી હતી. કાર્તિકે માત્ર 8 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા મદદથી 29 રન ફટકાર્યા હતાં.
ભારતે બાંગ્લાદેશને 4 વિકેટથી હાર આપી મેચ જીતવાની સાથે ટ્રોફી પણ જીતી હતી. ભારે રોમાંચક બનલી મેચમાં ભારતને છેલ્લી ઓવરમાં જીતવા 12 રન અને 1 બોલમાં 5 રનની જરૂર હતી. પરંતુ સૌમ્ય સરકારની ઓવરમાં છેલ્લા બોલ પર દિનેશ કાર્તિકે સિક્સ ફટકારી ભારતને અકાલ્પનિક જીત અપાવી હતી.
કોલંબો: નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવનારો વિકેટકીપર દિનેશ કાર્તિક પોતાના પર્ફોમન્સથી અત્યંત ખુશ છે અને તે સ્વાભાવિક પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -