શેન વોર્નને પાકિસ્તાનના ક્યા ક્રિકેટરે ખરાબ બોલિંગ માટે બે લાખ ડોલર આપવાની ઓફર કરેલી?
નોંધનીય છે કે, પાકિસ્તાનના બુકી સલીમ પરવેઝે પાકિસ્તાનના તપાસ પંચને પહેલા જ જણાવ્યું હતું કે, પાકિસ્તાન વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા મેચમાં ફિક્સિંગ માટે સલીમે 1 લાખ ડોલર આપ્યા હતા. તેની સાથે જ ક્રિકેટર માર્ક વો અને ટિમ મેએ પણ દાવો કર્યો હતો કે મેચ હારવા માટે તેમની સામે મલિકે મોટી રકમની ઓફર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાન ક્રિકેટ શેન વોર્ને કહ્યું કે, સલીમ મલિકે મને 2 લાખ ડોલરની ઓફર કરી હતી. તેણે કહ્યું હતું કે જો હું ખરાબ બોલિંગ કરતાં ઓફ સ્ટમ્પ પર વાઈડ ફેકીશ તો આ રકમ એક કલાકમાં મારા રૂમમાં પહોંચી જશે. આ સાથે જ પાકિસ્તાની ક્રિકેટ સલીમ મલિકે કહ્યું કે, તેના આરોપોએ એક સમયે મારી કારકિર્દી ખતમ કરી નાંખી હતી જ્યારે હું કારકિર્દીની ટોચ પર હતો. હવે હું એ જોવા માગુ છું કે આઈસીસી અને તેનું બોર્ડ નવા આરોપ પર શું પગલા લે છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર શેન વોર્ને ઘણાં સમય પહેલા જ ક્રિકેટમાં નિવૃત્તિ લઈ લીધી છે. ત્યાર બાદ તેણે હાલમાં રિલીઝ થયેલી પોતાની ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથા ‘નો સ્પિન’માં ફિક્સિંગને લઈને મોટા ખુલાસા કર્યા છે.
તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સલીમ મલિક પર ફિક્સિંગા આરોપ લગાવતા કહ્યું કે, વર્ષ 1994માં કરાચીમાં રમાયેલ ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલીમ મલિકે તેને મેચમાં ખરાબ બોલિંગ કરવા માટે 2 લાખ ડોલરની ઓફર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -