આ સ્ટાર ક્રિકેટર વગર જ વર્લડકપમાં ઉતરશે ટીમ ઇન્ડિયા!
આમ થવા પાછળ એક્સપર્ટનું માનવું છે કે મંગળવારથી દેવધર ટ્રોફી શરૂ થઈ રહી છે જેમાં કુલ મળીને 45 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ક્યાંય પણ યુવરાજનું નામ નથી. જ્યારે સુરેશ રૈના, આર. અશ્વિન સહિત ગૌતમ ગંભીરનું નામ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વિતેલા 15 વર્ષમાં ભારતીય ટીમે એક ટી20 અને એક 50 ઓવરનો વર્લ્ડકપ જીત્યો છે અને આ બન્ને વર્લ્ડકપમાં ડાબોડી બેટ્સમેન યુવરાજ સિંહને શાનદાર પરફોર્મન્સ કર્યું છે. જોકે આગામી વર્લ્ડ કપ માટે આઈસીસીની સંભવિત 30 સભ્યોની યાદી આપશે પરંતુ તેમાં યુવરાજનું નામ આવુવં અશક્ય લાગી રહ્યું છે.
યુવરાજને કોઈપણ ટીમમાં સ્થાન મળ્યું નથી. જેથી એવા સંકેત મળી રહ્યા છે કે યુવરાજ સિંહ માટે વર્લ્ડકપમાં રમવાનો રસ્તો બંધ થઈ ગયો છે. દેવધર ટ્રોફીમાં અનેક નવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે પરંતુ યુવરાજને તક મળી નથી. જેથી સ્પષ્ટ છે કે ટીમ ઇન્ડિયા 2019નો વર્લ્ડકપ યુવી વગર જ રમશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -