સાઉથ આફ્રિકાને લાગ્યો વધુ એક ફટકો, હવે આ ખેલાડી થયો સીરિઝમાંથી બહાર
ક્વિંટન ડી કોકનો ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં સારો દેખાવ કરી શક્યો નહોતો. ઉપરાંત પ્રથમ બંને વન ડેમાં પણ પ્રદર્શન સારું નહોતું. આ કારણે ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને સામે ચાલીને સીરિઝમાંથી ખસી જવા કહેવામાં આવ્યું હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેંચુરિયનઃ વન-ડે શ્રેણીની શરૂઆત થતાં પહેલા જ ઇજાગ્રસ્ત ખેલાડીઓથી પરેશાન યજમાન સાઉથ આફ્રિકાની ટીમને વધુ એક ફટકો લાગ્યો છે. ટીમનો વિકેટકિપર અને ઓપનિંગ બેટ્સમેન ક્વિંટન ડી કોક શ્રેણીની બાકીની વન-ડે અને ટી-20 સીરિઝમીથી બહાર થઈ ગયો છે.
જે બાદ આધારભૂત બેટ્સમેન ડી વિલિયર્સ અને બીજી વન ડે પહેલાં કેપ્ટન ફાફ ડુપ્લેસિસ પણ ઇજાગ્રસ્ત થતાં શ્રેણીમાંથી ખસી ગયો હતો. હવે ડી કોક બહાર થઇ જવાથી આફ્રિકાની મુશ્કેલીમાં વધારો થશે.
ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને બાદમાં ડરબન અને સેંચુરિયન વન-ડે જીતીને ભારતનો આત્મવિશ્વાસ ટોચ પર છે તેવા સંજોગોમાં આફ્રિકાના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઇને સીરિઝમાંથી બહાર થઇ જતાં યજમાન ટીમનું મનોબળ ઘટશે.
ક્વિંટન ડી કોક શ્રેણીમાંથી બહાર થનારો ચોથો આફ્રિકન ખેલાડી છે. પ્રથમ ટેસ્ટ દરમિયાન જ સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન બહાર થઇ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -