NZ vs AFG, T20 WC LIVE : ન્યૂઝીલેન્ડનો વિજય, ભારતનીસેમિ ફાઈનલની આશા પર પાણી ફરી વળ્યું

AFG vs NZ, T20 WC 2021 : આઇસીસી ટી20 વર્લ્ડકપમાં સુપર 12ની ગૃપ 2ની મહત્વની મેચ રમાઇ રહી છે,

gujarati.abplive.com Last Updated: 07 Nov 2021 06:35 PM
10 ઓવરના અંતે શું છે સ્કોર

10 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 61 રન છે. 

3 ઓવરના અંતે 26 રન

ન્યૂઝીલેન્ડે મક્કમ શરૂઆત કરી છે. ત્રણ ઓવરના અંતે સ્કોર વિના વિકેટે 26 રન છે. ગપ્ટિલ 9 અને મિચેલ 11 રને રમતમાં છે.

ન્યૂઝીલેન્ડને મળ્યો 125 રનનો ટાર્ગેટ

અફઘાનિસ્તાનની ટીમે નિર્ધારિત 20 ઓવરની રમત રમીને 8 વિકેટના નુકસાને 124 રન બનાવ્યા હતા, અને ન્યૂઝીલેન્ડની ટીમને જીતવા માટે 125 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ નઝીબુલ્લાહ ઝાદરાને 73 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટ્રેન્ટ બૉલ્ટે 3 અને ટિમ સાઉથીએ 2 વિકેટો ઝડપી હતી.

ઝાદરાનની શાનદાર ફિફ્ટી

શરૂઆતી વિકેટો ગુમાવ્યા બાદ અફઘાનિસ્તાન તરફથી નઝીબુલ્લાહ ઝાદરાને શાનદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી દીધી છે. ઝાદરાને 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 42 બૉલમાં 57 રનની ઇનિંગ રમી છે. 17 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કૉર 4 વિકેટે 100 રનને પાર થઇ ગયો છે. અફઘાનિસ્તાન તરફથી નઝીબુલ્લાહ ઝાદરાન અને કેપ્ટન મોહમ્મદ નબી ક્રિઝ પર છે. 

અફઘાનિસ્તાન 100 રનને પાર

17 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કૉર 4 વિકેટે 100 રનને પાર થઇ ગયો છે. અફઘાનિસ્તાન તરફથી નઝીબુલ્લાહ ઝાદરાન 56 રન અને કેપ્ટન મોહમ્મદ નબી 12 રન બનાવીને ક્રિઝ પર છે. 

અફઘાનિસ્તાનની ત્રણ વિકેટો પડી

અફઘાનિસ્તાન મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે, શરૂઆતી ત્રણેય વિકેટો ગુમાવી દીધી છે. શેહઝાદ 4 રન, ઝઝાઇ 2 રન અને ગુરબાઝ 6 રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા હતા. 9 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કૉર 3 વિકેટના નુકસાને 48 રન પર પહોંચ્યો છે, ગુલબાદ્દીન નઇબ 13 અને નઝુબુલ્લાહ જાદરાન 21 રન બનાવીને ક્રિઝ પર છે.

અફઘાનિસ્તાનને પ્રથમ ઝટકો

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે, ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ શેહઝાદને મિલ્નેએ કૉનવેના હાથમાં ઝીલાવી દીધો. શેહઝાદ 4 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. 2.3 ઓવરમાં અફઘાનિસ્તાનનો સ્કૉર 1 વિકેટે 12 રન પહોંચ્યો છે, ઝઝાઇ 2 રન અને ગુરબાઝ 4 રન બનાવીને રમતમાં છે.

અફઘાનિસ્તાને ટૉસ જીત્યો, પહેલા બેટિંગ

ટી20 વર્લ્ડકપની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે, જ્યારે કિવીઓને પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. આજની મેચ શેખ જાયેદ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાનને આજે જીતની જરૂર છે, જો હારશે તો ન્યૂઝીલેન્ડ સીધુ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લેશે. અફઘાનિસ્તાનની જીતથી ભારતને પણ સેમિ ફાઇનલમાં પહોંચવાનો રસ્તો વધુ સરળ બની જશે. 

અફઘાનિસ્તાનની ફૂલ સ્ક્વૉડ 

મોહમ્મદ શેહઝાદ (વિકેટકીપર), મોહમ્મદ નબી (કેપ્ટન), હઝરતુલ્લાહ ઝઝાઇ, રહમનુલ્લાહ ગુરબાઝ, ગુલબાદ્દીન નઇબ, નઝીબુલ્લાહ ઝાદરાન, કરિમ જનત, રાશિદ ખાન, શરાફુદ્દીન અસરફ, નવીન ઉલ હક, હમીદ હસન, મુઝીબ ઉર રહેમાન, હસમતુલ્લાહ શાહિદી, ફરિદ અહેમદ, ઉસ્માન ગની.

ન્યૂઝીલેન્ડની ફૂલ સ્ક્વૉડ

કેન વિલિયમસન (કેપ્ટન), ડેવોન કૉનવે (વિકેટકીપર), માર્ટીન ગપ્ટિલ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટિમ સાઉથી, ઇશ સોઢી, ટ્રેન્ટ બૉલ્ટ, ટૉડ એસલ, કાયલી જેમિસન, ટિમ સેઇફર્ટ, માર્ક ચેપમેન.

ટીમ ઇન્ડિયાએ નામિબિયાને પણ હરાવવુ જરરૂી

ખાસ વાત છે કે, જો આજે અફઘાનિસ્તાન આજે ન્યૂઝીલેન્ડને હરાવશે, અને આવતીકાલે ભારતીય ટીમ નામિબિયાને હરાવશે તો પૉઇન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને ભારત ત્રણેય એક સરખા 6-6-6 પૉઇન્ટ સાથે આવી જશે. આવી સ્થિતિમાં નેટ રનરેટથી સેમિ ફાઇનલની ટીમ નક્કી થશે.

સેમી ફાઇનલમાં પહોંચવા માટેનું સમીકરણ

જો ભારત હવે સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેણે આશા રાખવી પડશે કે અફઘાનિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડને હરાવે, અને અફઘાનિસ્તાનનો નેટ રનરેટ ઓછો રહે, જો અફઘાનિસ્તાનનો રન રેટ વધી જશે તો ભારતીય ટીમે નામિબિયાને વધુ માર્જિનથી હરાવીને રનરેટમાં વધારો કરવો પડશે, જો ભારતીય નામિબિયા સામે જીતશે પરંતુ નેટ રનરેટમાં વધારો નહીં કરી શકે તો ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલની રેસમાંથી ઓટોમેટિક નીકળી જશે. 


 

નેટ રનરેટ પર એક નજર

પાકિસ્તાનની ટીમ ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં (+1.277) નેટ રનરેટથી બીજા સ્થાન માટે પ્રબળ દાવેદાર છે. જો કે ભારતીય ટીમનો રન રેટ હવે વધીને +1.62 થઈ ગયો છે જે અફઘાનિસ્તાન (+1.481) અને ન્યુઝીલેન્ડ (+1.277) બંને કરતા વધારે છે, પરંતુ પોઈન્ટની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા હજુ પણ ન્યુઝીલેન્ડથી પાછળ છે.

AFG vs NZ, T20 WC 2021

આઇસીસી ટી20 વર્લ્ડકપમાં સુપર 12ની ગૃપ 2ની મહત્વની મેચ રમાઇ રહી છે, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રમાઇ રહેલી આ મેચનુ પરિણામ અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડની સાથે સાથે ટીમ ઇન્ડિયાને પણ અસર કરશે, જો અફઘાનિસ્તાન જીતશે તો ભારત માટે વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં પહોંચવાનો રસ્તો ખુલ્લો રહેશે, અને નામિબિયા સામે સારા માર્જિન અને નેટ રનરેટથી જીતવુ પડશે પરંતુ જો ન્યૂઝીલેન્ડની ટીમ જીતશે તો ભારતીય ટીમ બહાર ફેંકાઇ જશે. 

ભારતની નજર આજની મેચ પર

આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાવવાની છે, આ મેચમાં ભારતીય ટીમને ત્રણ પરિબળો પર ખાસ નજર રાખવી પડશે. એક અફઘાનિસ્તાની જીત, બીજી અફઘાનિસ્તાનની નેટ રનરેટ અને ત્રીજી ભારતની નામિબિયા સામેની શાનદાર જીત. જો આ ત્રણેય વસ્તુઓ ભારતના પક્ષમાં રહેશે તો જ ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં ટકી શકશે. આજે બપોરે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપની મહત્વની મેચ રમાશે. આ મેચમાં જો અફઘાનિસ્તાનની ટીમ જીતી જશે તો પણ ભારત માટે ખતરો છે. 

ટી20 વર્લ્ડકપ સુપર 12ની મહત્વની મેચ

આજે સુપર 12માં ગૃપ 2ની મેચ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બપોરે 3.30 વાગે શેખ જાયેદ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ એક સાથે ત્રણ ત્રણ ટીમો માટે મહત્વની છે, કેમ કે સેમિ ફાઇનલમાં પહોંચવા માટે આજની મેચમાં અફઘાનિસ્તાનને જીતની જરૂર છે, અને ન્યૂઝીલેન્ડને પણ જીતની જરૂર છે, જો ન્યૂઝીલેન્ડ જીતી જશે તે તે પાકિસ્તાનની સાથે સાથે સીધી સેમિ ફાઇનલમાં પહોંચી જશે, પણ જો ન્યૂઝીલેન્ડ હારી જશે તો ભારત અને અફઘાનિસ્તાનની આશા જીવંત થઇ જશે. એટલે આજની મેચ ભારતીય ટીમ માટે ખુબ મહત્વની છે. 

બ્રેકગ્રાઉન્ડ

AFG vs NZ, T20 WC 2021 : આઇસીસી ટી20 વર્લ્ડકપમાં સુપર 12ની ગૃપ 2ની મહત્વની મેચ રમાઇ રહી છે, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રમાઇ રહેલી આ મેચનુ પરિણામ અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડની સાથે સાથે ટીમ ઇન્ડિયાને પણ અસર કરશે, જો અફઘાનિસ્તાન જીતશે તો ભારત માટે વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં પહોંચવાનો રસ્તો ખુલ્લો રહેશે, અને નામિબિયા સામે સારા માર્જિન અને નેટ રનરેટથી જીતવુ પડશે પરંતુ જો ન્યૂઝીલેન્ડની ટીમ જીતશે તો ભારતીય ટીમ બહાર ફેંકાઇ જશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.