India at Asian Games: આ વખતની એશિયન ગેમ્સ 2023 ચીનમાં રમાઇ રહી છે, એશિયન ગેમ્સના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય ટુકડીએ 70થી વધુ મેડલ જીત્યા છે. ચીનના હાંગઝૂમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023ના 11મા દિવસે ભારતે 70+ મેડલ જીતવાનો આ રેકોર્ડ બનાવ્યો. આ પહેલા ભારતે 2018માં યોજાયેલી એશિયન ગેમ્સમાં 70 મેડલ જીત્યા હતા. હાલમાં આ વખતે મેડલની સંખ્યા વધુ વધવાની ખાતરી છે કારણ કે એશિયન ગેમ્સમાં હજુ 4 દિવસ બાકી છે.

એશિયન ગેમ્સ 1951થી નિયમિતપણે રમાઈ રહી છે. પ્રથમ વખત આનું આયોજન પણ ભારતમાં થયું હતુ. 72 વર્ષ પહેલા રમાયેલી આ એશિયન ગેમ્સમાં ભારતે 15 ગૉલ્ડ સહિત 51 મેડલ જીત્યા હતા. જોકે આ પછી ભારત 31 વર્ષ સુધી એશિયન ગેમ્સમાં 50 મેડલના આંકડાને સ્પર્શી શક્યું નથી. જ્યારે દિલ્હીને એશિયન ગેમ્સ 1982ના યજમાન અધિકાર મળ્યા ત્યારે ભારતે 57 મેડલ જીત્યા હતા.

એશિયન ગેમ્સના 72 વર્ષના ઈતિહાસમાં અનેકવાર એવું બન્યું છે કે ભારતના મેડલની સંખ્યા 13થી 25ની વચ્ચે હોય. જોકે, છેલ્લી ચાર એશિયન ગેમ્સમાં ભારત સતત 50+ મેડલ જીતી રહ્યું છે. છેલ્લી એશિયન ગેમ્સ (2018)માં ભારતે પ્રથમ વખત 70 મેડલ જીત્યા હતા. જોકે આ વખતે ભારત તેના અગાઉના આંકડા કરતા આગળ નીકળી ગયું છે.

જો ગૉલ્ડ મેડલના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો પણ આ વખતની એશિયન ગેમ્સ ભારત માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. ભારતે અત્યાર સુધીમાં 16 ગૉલ્ડ મેડલ જીત્યા છે. ભારતનો અગાઉનો સર્વશ્રેષ્ઠ 16 ગૉલ્ડ પણ હતો, જે 2018 એશિયન ગેમ્સમાં પ્રાપ્ત થયો હતો. અહીં વાંચો 1951થી અત્યાર સુધીમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે...

વર્ષ ગૉલ્ડ સિલ્વર બ્રૉન્ઝ ટૉટલ
1951 15 16 21 51
1954 5 4 8 17
1958 5 4 4 13
1962 10 13 10 33
1966 7 3 11 21
1970 6 9 10 25
1974 4 12 12 28
1978 11 11 6 28
1982 13 19 25 57
1986 5 9 23 37
1990 1 8 14 23
1994 4 3 16 23
1998 7 11 17 35
2002 11 12 13 36
2006 10 17 26 53
2010 14 17 34 65
2014 11 10 36 57
2018 16 23 31 70
2023 16 26 29 70+*