Olympics 2024 Day 5 Indias Schedule: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને અત્યાર સુધીમાં બે મેડલ મળ્યા છે. બંને મેડલ શૂટિંગમાં આવ્યા છે. ભારતીય શૂટર્સ સતત સારું પ્રદર્શન કરતા જોવા મળી રહ્યાં છે. બંને મેડલ જીતવામાં મહિલા શૂટર મનુ ભાકરે મહત્વનું યોગદાન આપ્યું હતું. મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની સિંગલ ઈવેન્ટમાં પહેલો મેડલ જીત્યો હતો. ત્યારબાદ ભારત માટે બીજો મેડલ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમે જીત્યો હતો, જેમાં મનુ ભાકર અને સરબજોત સિંહ સામેલ હતા. બીજો મેડલ ઓલિમ્પિકના ચોથા દિવસે આવ્યો. હવે આજે (31 જુલાઈ, બુધવાર) એટલે કે પાંચમા દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી શકે છે.


ખાસ વાત છે કે, આજે પાંચમા દિવસે જે મેડલ આવી શકે છે તે પણ માત્ર શૂટિંગમાં જ જીતી શકાશે. આજે મહિલા જોડી આ મેડલ ભારતના ખાતામાં ઉમેરી શકે છે. આજે રાજેશ્વરી કુમારી અને શ્રેયસી સિંહની જોડી ભારતને મેડલ અપાવી શકે છે. જો આ જોડી શૂટીંગની મહિલા ટ્રેપ ફાઇનલમાં ક્વૉલિફાય થશે તો ભારતની મેડલ મેળવવાની આશા વધી જશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ મહિલા જોડી કમાલ કરી શકે છે કે નહીં.






આ સિવાય આજે ઘણા ભારતીય એથ્લેટ્સ અલગ-અલગ રમતો દ્વારા એક્શનમાં જોવા મળશે. તીરંદાજી, બેડમિન્ટન, રૉઇંગ, બૉક્સિંગ વગેરેમાં પીવી સિંધુ, લવલીના બૉરગોહેન અને લક્ષ્ય સેન જેવા ઘણા સ્ટાર્સ મેદાનમાં ઉતરશે. તો ચાલો જાણીએ કે ભારતનું આજનું શિડ્યૂલ કેવુ છે. 


પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું શિજ્યૂલ - આજે (31 જુલાઈ)


શૂટિંગ - 
પુરુષોની 50 મીટર રાઇફલ 3 પૉઝિશન્સ - ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, સ્વપ્નિલ કુસલે - બપોરે 12:30 કલાકે
મહિલા ટ્રેપ લાયકાત દિવસ 2 - શ્રેયસી સિંહ, રાજેશ્વરી કુમારી - બપોરે 12:30 કલાકે.


તીરંદાજી - 
મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 64 - દીપિકા કુમારી વિરૂદ્ધ રીના પરનાત - બપોરે 3:56 કલાકે
મેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 64 - તરુણદીપ રાય વિરૂદ્ધ ટોમ હોલ - રાત્રે 9:28 કલાકે


બેડમિન્ટન - 
મહિલા સિંગલ્સ ગ્રુપ M - પીવી સિંધુ વિરૂદ્ધ ક્રિસ્ટિન કુબા - બોપરે 12:50 કલાકે
મેન્સ સિંગલ ગ્રુપ એલ - લક્ષ્ય સેન વિરૂદ્ધ જોનાથન ક્રિસ્ટી - સાંજે 6:20 કલાકે 
મેન્સ સિંગલ્સ ગ્રુપ K - HS પ્રણય વિરૂદ્ધ LE ડક ફેટ - રાત્રે 11:00 કલાકે


ઇલેક્ટ્રિશિયન - 
ડ્રેસેજ વ્યક્તિગત ગ્રુપ સ્ટેજ - અનુષ અગ્રવાલ - બપોરે 1:58 કલાકે


રૉઇંગ - 
મેન્સ સિંગલ સ્કલ્સ સેમિફાઇનલ C/D 1 - બલરાજ પંવાર - બપોરે 1:24 કલાકે


બૉક્સિંગ - 
મહિલાઓની 75 કિગ્રા રાઉન્ડ ઓફ 16 - લોવલિના બોરગોહેન વિરૂદ્ધ સુનિવા હોફસ્ટેડે - બપોરે 3:50 કલાકે
પુરુષોની 71 કિગ્રા રાઉન્ડ ઓફ 16 - નિશાંત દેવ વિરૂદ્ધ જોસ ગેબ્રિયલ રોડ્રિગ્ઝ ટેનોરિયો - રાત્રે 12:18 કલાકે


ટેબલ ટેનિસ - 
મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32 - શ્રીજા અકુલા વિરૂદ્ધ જીયાન ઝેંગ (SGP) - બપોરે 2:30 કલાકે
મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 16 - મનિકા બત્રા વિરૂદ્ધ TBD - રાત્રે 8:30 કલાકે