ભારતીય મહિલા હોકી ટીમની બ્રિટેન સામે હાર થઈ છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતની 4-3થી હાર થઈ છે. આ સાથે જ ભારતના બ્રોન્ઝ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે. 


પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતની નબળી શરૂઆત રહી હતી. ભારતીય મહિલા હોકી ટીમ 0-2થી પાછળ ચાલી રહી હતી. જોકે બાદમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર વાપસી કરી હતી અને ત્રણ ગોલ ફટકારીને ટીમ 3-2થી લીડ મેળવી લીધી હતી. જોકે બાદમાં ફરીથી બ્રિટેને ગેમમાં વાપસી કરી હતી અને એક ગોલ ફટકારીને 3-3થી મેચ બરાબરી પર લાવી દીધી હતી. જોકે બાદમાં ચોથા ક્વાર્ટરમાં ફરી બ્રિટને વાપસી કરી હતી અને વધુ એક ગોલ ફટકારીની બ્રિટેને 4-3થી લીડ મેળવી લીધી હતી. 


આ પહેલા મહિલા હોકી ટીમનો સેમી ફાઇનલમાં પરાજય થયો હતો. આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. બાદમાં આજે બ્રિટેન સામે બ્રોન્ઝ મેડલ માટે મેચમાં રમવા ટીમ ઉતરી હતી.


ભારતીય મહિલા હોકી ટીમે આર્જિન્ટિના સામેની સેમી ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલ મેચમાં ભારત વતી ગુરજિત કૌરે બીજી જ મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી. જોકે, આ પછી આર્જેન્ટિનાએ સારી રમત બતાવીને 2 ગોલ કર્યા હતા. અને અંતે સેમી ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમની 2-1થી હાર થઈ હતી. 


પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડેલ જીતીને ઇતિહાસ રચ્યો


આ પહેલા ગઈકાલે પુરુષ મહિલા હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 41 વર્ષ બાદ પુરુષ હોકી ટીમ મેડલ જીતવામાં સફળ રહી હતી. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે અને 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. ભારતે છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરનના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


ભારતની આ ઐતિહાસિક જીતના હીરો ભારત માટે સિમરનજતીસિંહ, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહ અને ગોલકીપર શ્રીજેશ હતા. ભારત વતી સિમરનજીત સિંહે બે ગોલ કર્યા હતા જ્યારે હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કરીને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.