Lovlina Borgohain: ઓલંપિક મેડલ વિજેતા બોક્સર લવલીના બોર્ગોહેને માનસિક સતામણી થયાનો આરોપને લગાવ્યા બાદ હડકંપ મચી ગયો છે. હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ અંગે સંજ્ઞાન લીધું છે. રમતગમત વિભાગ, રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય (Ministry of Sports and Youth Affairs) ઉપરાંત કોમનવેલ્થ ફેડરેશન આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે. તે જ સમયે, રમત વિભાગ, યુવા બાબતો અને રમત મંત્રાલયે ટ્વિટ કર્યું, "અમે ભારતીય ઓલિમ્પિક સંઘને વિનંતી કરી છે કે તે લવલિના બોર્ગોહેનના કોચની માન્યતા માટે તાત્કાલિક વ્યવસ્થા કરે."


'મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે'
આસામ ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી લક્ષ્ય કંવરનું કહેવું છે કે, આ સમગ્ર મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. નોંધનીય છે કે, ઓલિમ્પિક મેડલિસ્ટ લવલિના બોર્ગોહેને મોટો આરોપ લગાવ્યો છે. લવલિનાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, આજે હું ખૂબ જ દુઃખ સાથે કહી રહી છું કે મારી સાથે ઘણી હેરાનગતિ થઈ રહી છે.


રમતગમત વિભાગ, યુવા બાબતો અને ખેલ મંત્રાલયે ટ્વીટ કર્યું કે, "અમે ભારતીય ઓલિમ્પિક સંઘને વિનંતી કરી છે કે તે લવલિના બોર્ગોહેનના કોચની માન્યતા માટે તાત્કાલિક વ્યવસ્થા કરે."










લવલીનાએ શું આરોપ લગાવ્યો?
લવલીનાએ પોતાના ટ્વીટર પર કરેલી એક પોસ્ટમાં પોતાની વ્યથા વર્ણવી છે. લોવલીનાએ પોસ્ટમાં લખ્યું કે, આજે હું ખુબ જ દુઃખ સાથે કહી રહી છું કે, મારી સાથે ખુબ સતામણી ( harassment) કરવામાં આવી રહી છે. દર વખતે મારા કોચ જેમણે મને ઓલંપિક મેડલ જીતવામાં મદદ કરી છે, તેમને વારંવાર હટાવીને મારી ટ્રેનિંગ પ્રક્રિયા અને સ્પર્ધામાં હંમેશા હેરાનગતી કરવામાં આવી રહી છે. લવલીના બોર્ગોહેને આગળ કહ્યું કે, તેમના એક કોચ સંધ્યા ગુરંગજી દ્રોણાચાર્ય એવોર્ડ પણ જીતી ચુક્યા છે. લવલીનાએ કહ્યું કે, મારા બંને કોચને કેમ્પમાં પણ ટ્રેનિંગ માટે હજાર વખત હાથ જોડ્યા બાદ બહું મોડું થયા બાદ સમાવેશ કરવામાં આવે છે.