Wimbledon 2023, Carlos Alcaraz and Novak Djokovic: ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ્સમાંથી એક વિમ્બલડન 2023ની શરૂઆત 3 જુલાઇથી થઇ ગઇ છે, આ ટૂર્નામેન્ટ દરમિયાન ટેનિસ જગતના એકથી એક શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચે શાનદાર મેચ જોવા મળે છે. આ વખતે વિમ્બલડનમાં ઓસ્કાર વિજેતા ગીત નાટુ-નાટુ પણ જોવા મળ્યુ છે. આ ગીત પર ડાન્સ કરી રહેલા વિશ્વના નંબર-1 અને નંબર-2 ટેનિસ પ્લેયર કાર્લૉસ અલ્કારાઝ અને નોવાક જોકોવિચનો ફોટો વિમ્બલડનના ઓફિશિયલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી પૉસ્ટ કરવામાં આવ્યો છે.


નાટુ નાટુ ગીત એ ભારતીય ફિલ્મ RRRના બેસ્ટ ગીતોમાંનું એક છે, જેને આ વર્ષના ઓસ્કાર એવૉર્ડ સમારોહ દરમિયાન શ્રેષ્ઠ મૂળ ગીતની સીરીઝમાં એવૉર્ડ આપવામાં આવ્યો હતો. તસવીરોમાં જે રીતે બંને ખેલાડીઓને એકસાથે બતાવવામાં આવ્યા છે તે જોઈને લાગે છે કે તેઓ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.






કાર્લૉસ અલ્કરાજ અને નોવાક જોકોવિચે જીતની સાથે કરી શરૂઆત - 
વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી કાર્લૉસ અલ્કારાઝે વિમ્બલડન 2023માં પોતાના અભિયાનની શાનદાર જીત સાથે શરૂઆત કરી હતી. પ્રથમ મેચમાં અલ્કારાઝનો મુકાબલો ફ્રાન્સના જેરેમી ચાર્ડી સામે હતો. અલ્કારાઝે ચાર્ડીને સીધા સેટમાં 6-0, 6-2 અને 7-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સ્પેનિશ ખેલાડી કાર્લૉસ અલ્કારાઝ ત્રીજી વખત વિમ્બલડનમાં ભાગ લઈ રહ્યો છે. આ પહેલા તે ક્યારેય આ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડથી આગળ વધી શક્યો નથી.


વિશ્વના નંબર-2 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે પણ વિમ્બલડન 2023માં શાનદાર ડેબ્યૂ કર્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમી રહેલા નોવાક જોકોવિચે પોતાની પ્રથમ મેચમાં પી કાચિનને ​​6-3, 6-3 અને 7-6થી હરાવ્યો હતો.












-