Ana Carolina Vieira Break Major Rule With Olympian Boyfriend: પેરિસ ઓલિમ્પિક 2024 સમાપ્ત થવામાં સાત દિવસથી ઓછા દિવસો બાકી છે. જેમાં દરેક દેશના ખેલાડીઓ પોતાના દેશ માટે મેડલ જીતવા માટે તનતોડ મહેનત અને પ્રયાસો કરી રહ્યાં છે, પરંતુ આ બધા વચ્ચે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બ્રાઝિલની એક મહિલા સ્વિમરને ઓલિમ્પિકમાંથી બહાર થવાનો વારો આવ્યો છે. તે સ્વિમર એના કેરૉલિના વિએરા છે. જેને પેરિસની શેરીઓમાં તેના બૉયફ્રેન્ડ સાથે નાઈટ આઉટ કરવા બદલ સજા કરવામાં આવી હતી, બન્નેએ ઓલિમ્પિકની વચ્ચે રોમાન્સની પળો માણી હતી.
બૉયફ્રેન્ડની સાથે નાઇટ આઉટ કરવા ગઇ હતી કેરૉલિના વિએરા
22 વર્ષની બ્રાઝિલની સ્વિમર એના કેરૉલિના વિએરાએ પરવાનગી વિના ઓલિમ્પિક વિલેજ છોડવાની ભૂલ કરી હતી. તે તેના બૉયફ્રેન્ડ અને સાથી સ્વિમર ગેબ્રિયલ સેન્ટૉસ સાથે નાઈટ આઉટ માટે બહાર ગઈ હતી. તમને જણાવી દઈએ કે ગેબ્રિયલ સેન્ટૉસ પોતે બ્રાઝિલનો સ્વિમર છે.
બ્રાઝીલ ઓલિમ્પિક સિમતિએ કેરૉલિના વિએરા વિરૂદ્ધ કરા કાર્યવાહી
બીજા દિવસે, વિએરાએ મહિલાઓની 4x100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં ભાગ લીધો, જેમાં બ્રાઝિલ સાતમા ક્રમે રહી, પરંતુ રાત્રે તે કોઈને જાણ કર્યા વિના ઓલિમ્પિક વિલેજ છોડીને નીકળી ગઈ હતી. તેની સોશિયલ મીડિયા પોસ્ટથી આ વાત સામે આવી, જેના પછી બ્રાઝિલની ઓલિમ્પિક કમિટી (COB) એ કાર્યવાહી કરી.
બ્રાઝિલની સ્વિમિંગ ટીમના વડા ગુસ્તાવો ઓત્સુકાએ આ બાબતે COBને જાણ કરી હતી. તેણે કહ્યું કે વિએરાએ ટીમના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જો કે, તેના બૉયફ્રેન્ડને માત્ર ચેતવણી આપવામાં આવી હતી.
COBએ કહ્યું, "એના કેરૉલિનાએ ટીમના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને યોગ્ય વર્તન જાળવ્યું ન હતું. તેથી ગેબ્રિયલ સાન્ટૉસને ચેતવણી આપવામાં આવી છે અને અના કેરૉલિનાને ટીમમાંથી હટાવી દેવામાં આવી છે. તેણે તરત જ બ્રાઝિલ પરત ફરવું જોઈએ."
ઓત્સુકાએ કહ્યું, "અમે અહીં રમવા કે રજાઓ માણવા નથી આવ્યા. અમે બ્રાઝિલ માટે કામ કરી રહ્યા છીએ. અમે અહીં મજાક કરી શકીએ નહીં. તેણે પોતાની વાત કહેવા માટે ખોટી રીતનો ઉપયોગ કર્યો. અમે શિસ્ત સમિતિ સાથે વાત કરી અને નિર્ણય લીધો."
ઓલિમ્પિક વિલેજમાં રખાયો છે વિએના કેરૉલિનાનો તમામ સામાન
ડેઈલી મેલ અનુસાર, વિયેરાએ કહ્યું - "મારો સામાન ઓલિમ્પિક વિલેજમાં છે, હું શૉર્ટ્સ પહેરીને એરપોર્ટ ગઇ હતી, મારે એરપોર્ટ પર મારી સૂટકેસ ખોલવી હતી. હું અત્યારે પોર્ટુગલમાં છું, પછી હું રેસિફ જઈશ અને પછી સાઓ પાઉલો."
તેણીએ આગળ કહ્યું- "હું લાચાર છું, હું કંઈપણ ઍક્સેસ કરી શકતી નથી, હું કોઈની સાથે વાત કરી શકતી નથી. તેઓએ મને COB ચેનલોનો સંપર્ક કરવા કહ્યું. પરંતુ હું તેમનો સંપર્ક કેવી રીતે કરી શકું?" વિએરાએ એમ પણ કહ્યું કે તે તેની કાનૂની ટીમ સાથે આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
-