નવી દિલ્લીઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે પેરાલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને તેમનો પેરાલિમ્પકનો અનુભવ પૂછ્યો હતો. વિજેતા ખેલાડીઓ સાથે પણ તેમણે વાત કરી હતી તેમજ મેડલ જીત્યા પછી તેમને કેવું લાગી રહ્યું છે, તે અંગે પણ વાતચીત કરી હતી. 






આ પેરાલિમ્પિકમાં એક માત્ર ગુજરાતી મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે પણ મોદીએ વાતચીત કરી હતી. મોદીએ કોઈપણ પ્રકારની મદદ માટે પોતાનો સીધો સંપર્ક સાધવા ભાવિનાને કહ્યું હોવાનું સૂત્રોનો દાવો છે. ભાવિનાએ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો છે. નોંધનીય છે કે, ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે પેરાલિમ્પિકમાં કુલ 19 મેડલ મેળવ્યા છે, જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક 2020ના વિજેતા ખેલાડીઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ તેમની સાથે નાસ્તો પણ કર્યો હતો. 


ટોક્યો પેરાલિમ્પિકનું સમાપન થયું છે અને ભારતે અત્યાર સુધીમાં સર્વોચ્ચ મેડલ જીતીને સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે.  પેરાલિમ્પિકની શરૂઆત 1960થી થઈ હતી અને ભારતે 1968થી આમા ભાગ લેવાની શરૂઆત કરી હતી.1976 અને 1980માં ભારતે આમા ભાગ લીધો નહતો.


 


ભારતે કુલ કેટલા મેડલ જીત્યા


 


ભારતે કુલ 19 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ટોકયો ઓલિમ્પિક ગેમ્સના અંતિમ દિવસે રવિવારે નોઇડાના ડીએમ સુહાસ  એલ યથિરાજે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો.


ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ્સના અંતિમ દિવસે એટલે કે રવિવારે નોઇડાના ડીએમ સુહાસને એલ યથિરાજને ભારત માટે સિલ્વર જીતીને શાનદાર શરૂઆત કરી હતૂ.  વર્લ્ડ નંબર થ્રી સુહાસ આજે બેડમિન્ટનમાં મેંસ સિંગલ્સ SL4 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેચમાં ભારે સંઘર્ષ છતાં ફ્રાસના એલ માજુરથી 21-15, 17-21, 15-21 હારી ગયો. જો કે હાર છતાં પણ તેમને પેરાઓલ્મિપિકમાં ગેમ્સમાં ઇતિહાસ રચી દીધો. 


 


આ પહેલા કાલે રમાયેલ સેમીફાઇનલ મુકાબલામાં સુહાસે સરળતાથી જીત હાંસિલ કરી હતી.સુહાસે સેમીફાઇનલમાં ડોનેશિયાના ફ્રેડી સેતિયાવાને 31 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સીધા સેટમાં 2-0થી હરાવ્યો. સુહાસને પહેલા સેટ પર 21-9થી પોતાનું નામ કર્યું. બીજા સેટમાં સેતિયાવાને સખત ટક્કર આપવાની કોશિશ કરી પરંતુ સુહાસ બીજા સેટમાં પણ 21-15થી સફળ રહ્યાં. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત માટે શનિવારનો દિવસ શુકનવંતો સાબિત થયો છે. સવારમાં શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતના ખાતમાં બેડમિન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આવ્યા હતા.