Tokyo Olympics 2020 Live: છેલ્લા ક્વાર્ટરમાં ભારતીય ટીમ પાછલ, બ્રિટેને 4-3થી લીડ મેળી

ભારતના સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયા શુક્રવારથી પોતાનું ઓલિમ્પિક અભિયાન શરૂ કરી રહ્યા છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 06 Aug 2021 08:33 AM
બ્રિટનની લીડ મેળવી

બ્રિટને ફરી મેચમાં લીડ મેળવી લીધી છે. બ્રિટન હવે 4-3થી આગળ છે. બીજા ક્વાર્ટરથી ભારત કોઈ ગોલ કરી શક્યું નથી. જ્યારે એક ગોલથી પાછળ હોવા છતાં બ્રિટને હવે લીડ મેળવી લીધી છે. હવે મેચમાં 11 મિનિટ બાકી છે. ભારતના હાથમાંથી બ્રોન્ઝ મેડલ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

બ્રિટનની વાપસી

બ્રિટનને મેચમાં વાપસી કરી. મેચ હવે 3-3થી બરાબરી પર છે. બ્રિટનના કેપ્ટને સારો ગોલ કર્યો છે. બંને ટીમો વચ્ચે ખૂબ જ કઠિન સ્પર્ધા જોવા મળી રહી છે.

ભારતે હાફ ટાઇમ સુધીમાં લીડ મેળવી

ભારતે હાફ ટાઇમમાં 3-2ની લીડ મેળવી હતી. બીજા ક્વાર્ટરમાં ભારત 0-2થી પાછળ હતું. પરંતુ શાનદાર વાપસી કરતા ભારત 3-2થી પાછું ફર્યું. હવે ભારત પાસે તેની લીડ વધારવાની તક છે. ભારત ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં હુમલો કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી શકે છે.

બ્રિટને બીજો ગોલ કર્યો

બીજા ક્વાર્ટરમાં ભારત ખરાબ રીતે પાછળ રહ્યું હોય તેવું લાગે છે. બ્રિટને હવે બીજો ગોલ કર્યો છે. બ્રિટનના હુમલા સામે સવિતા પૂનિયા સામે કોઈ તક નહોતી. ભારત માટે પડકાર વધી રહ્યો છે. બ્રિટન હવે 2-0થી આગળ છે.

ગ્રેટ બ્રિટને પ્રથમ ગોલ કર્યો

બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારત પાછળ રહી ગયું છે. બીજા ક્વાર્ટરની પ્રથમ મિનિટમાં બ્રિટને ગોલ કર્યો હતો. બ્રિટન 1-0થી આગળ છે. ભારતે ટૂંક સમયમાં મેચમાં વાપસી કરવી પડશે.

બ્રેકગ્રાઉન્ડ

Tokyo Olympics 2020 Live Updates: ટોક્યો ઓલિમ્પિક્સના 14 મા દિવસે ભારતને ઓછામાં ઓછા ત્રણ મેડલ મળવાની અપેક્ષા છે. શુક્રવારે ભારતીય મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે ગ્રેટ બ્રિટન સામે ટકરાશે. ભારતના સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયા શુક્રવારથી પોતાનું ઓલિમ્પિક અભિયાન શરૂ કરી રહ્યા છે. આ સિવાય અદિતિએ ગોલ્ફમાં ભારત માટે મેડલની આશા જાગી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.