ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારત માટે આજનો દિવસ ખૂબ ખાસ રહ્યો હતો.  આજે ભારતે ત્રણ મેડલ જીત્યા હતા જેમાં બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.  ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતને પ્રથમ સિલ્વર મેડલ ગુજરાતની ભાવિના પટેલે અપાવ્યો હતો. ભારતને બીજો સિલ્વર મેડલ હાઇ જમ્પર નિષાદ કુમારે અપાવ્યો હતો. નિષાદે 2.06 મીટરનો હાઇ જમ્પ લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. તે સિવાસ ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના વિનોદ કુમારે શાનદાર પ્રદર્શન કરતા દેશને વધુ એક મેડલ અપાવ્યો છે. વિનોદ કુમારે ટોક્યો પેરાલિમ્પિક 2020માં શાનદાર પ્રદર્શન કરી ઇતિહાસ રચી દીધો છે અને ડિસ્ક્સ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


ટોક્યો પેરાલિમ્પિકમાં 30 ઓગસ્ટનો દિવસ પણ ભારતને માટે ખાસ રહેશે. આવતીકાલે ભારતની પેરાશૂટર અવની લેખારા દિવસની શરૂઆત વુમન્સ 10મીટર રાઇફલ ક્વોલિફિકેશન સાથે કરશે. તે સિવાય યોગેશ કથુનિયા ડિસ્ક્સ થ્રોની ફાઇનલમાં રમશે. તે સિવાય ભાલાફેંકની ફાઇનલમાં એસએસ ગજ્જર પર તમામની નજર રહેશે. દિવસના અંતે સુમિલ અન્ટીલ અને સંદીપ ચૌધરી એફ 64 જેવેલિન થ્રો ફાઇનલમાં ભાગ લેશે.


ઉપરાંત શૂટિંગમાં મેન્સ 10 મીટર એર રાઇફલ SH1 ક્વોલિફિકેશનમાં દીપક સફરની શરૂઆત કરશે. તે સિવાય ટેબલ ટેનિસમાં ફાઇનલમાં મહિલા સિંગલ ક્લાસ-6, પુરુષ સિંગલ ક્લાસ 8 ભારતીય ખેલાડીઓ રમશે. તે સિવાય પાવરલિફ્ટિંગની ફાઇનલમાં પાવરલિફ્ટિંગ મેન્સ 107 કિલોગ્રામ અને વુમન્સ 86 કિલોગ્રામની રમત રમાશે. તે સિવાય રાત્રે સાડા નવ વાગ્યે પાવરલિફ્ટિંગ વુમન્સ 86 કિલોગ્રામની ફાઇનલ રમાશે. તે સિવાય આર્ચરી અને ઘોડેસવારીમાં પણ ભારતીય ખેલાડીઓ નસીબ અજમાવશે.


Paralympic 2020: ભારત માટે આજનો દિવસ રહ્યો ખૂબ ખાસ, બે સિલ્વર સાથે ત્રણ મેડલ જીત્યા


Kabul Rocket Attack Live: કાબુલમાં રોકેટથી હુમલો, તાલિબાનનો દાવો- અમેરિકન સૈન્યએ સુસાઇડ બોમ્બરની ગાડીને કરી નષ્ટ


Vinod Kumar wins Medal: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો ત્રીજો મેડલ, વિનોદ કુમારે ડિસ્ક્સ થ્રોમાં જીત્યો બ્રોન્ઝ મેડલ