Tokyo Paralympics: હરવિંદર સિંહે (Harvinder Singh) ભારતને 13મું મેડલ અપાવ્યો.તેમણે દક્ષિણ કોરિયાના કિમ મૂન સૂને હરાવીને પુરૂષ વ્યક્તિત્વ રિકર્વ આર્ચરી ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો.
ભારતના તીરંદાઝ હરવિંદર સિંહે શાનદાર પ્રદર્શન કરતાં ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જિત્યો. તીરંદાજી (Archery) માં ભારતને આ પહેલો મેડલ છે.
ભારતના ખાતામાં 13મો મેડલ
આ સાથે ભારતના ખાતામાં ટોકિયો ઓલિમ્પિક ગેમમાં કુલ 13 મેડલ થયા છે. રાષ્ટ્રીય ટીમનું અત્યાર સુધીનું આ બેસ્ટ પ્રદર્શન છે. હરવિંદર સિંહે દક્ષિણ કોરિયા. કિમ મિન સૂને હરાવીને બ્રોન્ઝ મેડલ જિત્યો.
હરવિંદર સિંહે રચ્યો ઇતિહાસ
હરવિંદર સિંહે કોરિયાઇ શૂટર 6-5થી પાછળ છોડતા મેડલ અપાવ્યો. તેમણે જર્મનના મૈક સ્જાર્સર્જેવ્સ્કીએ 6-2થી હરાવીને આ ઇવેન્ટના સેમિફાઇલનમાં સ્થાન મેળવી લીધું છે. ત્યારબાદ ફાઇનલમાં તેમણે શૂટ ઓફમાં જીત મેળવી.
PM મોદીએ આપી શુભકામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરવિંદર સિંહને શુભકામના પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું. “હરવિંદરે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે ઉત્તમ પ્રતિભાનું પ્રદર્શન કર્યું.જેના કારણે જ ભારતને 13મો મેડલ મળ્યો. ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતવા પર મુબારકબાદ, અમને તેમના પર ગર્વ છે અને તેમને ઉજ્જળ ભવિષ્ય માટે શુભકામના.
શુક્રવારે મળ્યાં ત્રણ મેડલ
આ પહેલા શુક્રવારે ટોકિયો ઓલિમ્પિકમાં પેરા એથલિટમાં પ્રવીણ કુમારને હાઇ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો.જ્યારે શૂટરમાં અવિની લખેરાએ 50 મીટર રાઇફલ થ્રોમાં પોઝિશન એસએચ1માં ત્રીજા સ્થાન પર રહેતા બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
ભારતે અત્યાર સુધીમાં 13 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં બે ગોલ્ડ, 6 સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
તિરંદાજ હરવિંદર સિંહે (India's Harvinder Singh) કોરિયાના સૂ મિન કિમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે 6-5થી મેચ જીતી હતી. પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતે પ્રથમવાર તિરંદાજીમાં મેડલ જીત્યો છે.
તે સિવાય પેરા એથ્લીટ પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. નોઈડાના 18 વર્ષીય પ્રવીણે પુરુષોની હાઈ જમ્પ T44 કેટેગરીમાં 2.07 મીટર કૂદકો માર્યો અને બીજા સ્થાને રહ્યો. તેણે એશિયન રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ગ્રેટ બ્રિટનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથન (2.10 મીટર) એ ગોલ્ડ મેડલ મેળવ્યો. આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ પોલેન્ડના લેપિયાટો માસિજો (2.04 મીટર) એ જીત્યો હતો. ટોક્યો ગેમ્સની હાઈ જમ્પમાં ભારતને 4 મેડલ મળ્યા હતા.
ઉપરાંત મહિલા શૂટર અવની લેખારાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં આ મેડલ મેળવ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં અવનીનો આ બીજો મેડલ હતો. તેણે આ અગાઉ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે.