કોહલી-રોહિતે રન આઉટનો બનાવ્યો અણગમતો રેકોર્ડ, જાણો વિગત
ભારત માટે સૌથી વધારે રન આઉટ થનારી જોડી સચિન-ગાંગુલીની છે. આ જોડી 176 ઇનિંગમાં 9 વખત એક બીજાને રન આઉટ કરાવી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલી અને રોહિત શર્મા 62 ઇનિંગમાં કુલ 7 વખત રન આઉટ થયા છે. જેમાંથી 5 વખત કોહલી અને 2 વખત રોહિત પેવેલિયન પરત ફર્યા છે.
દ્રવિડ-ગાંગુલીની જોડીએ 87 ઇનિંગમાં 7 વખત એક બીજાને રન આઉટ કરાવ્યા છે.
રોહિતે જ્યારે વિરાટને રન આઉટ કરાવ્યો છે ત્યારે તેણે 2 સદી, 1 અડધી સદી અને 2 વખત બેવડી સદી ફટકારી છે. વિરાટને રન આઉટ કરાવ્યા બાદ રોહિતે 57, 209, 264, 124, 115 રનની ઇનિંગ રમી છે.
પોર્ટ એલિઝાબેથઃ સાઉથ આફ્રિકા સામે રમાતી પાંચમી વન-ડેમાં રોહિત શર્માએ અડધી સદી ફટકાર્યા બાદ ફોર્મમાં ચાલી રહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને રન આઉટ કરાવ્યો હતો. 26મી ઓવરના ત્રીજા બોલ પર કોહલી ઝડપી રન લેવા માંગતો હતો પણ રોહિતે ના પાડી હતી. વિરાટ પિચ પર ઘણો આગળ વધી ગયો હતો અને ફિલ્ડર જેપી ડુમિનીએ અંડર આર્મ થ્રો કરી કોહલીને 36 રન પર આઉટ કરાવ્યો હતો. આ બંનેની જોડી આ પહેલા 6 વખત એક બીજાને રન આઉટ કરાવી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -