હેલ્મેટ પહેરીને બોલિંગ કરે છે આ બોલર, જાણો શું છે કારણ...
વૉરેન હેલ્મેટ પહેરીને બોલિંગ કરવાનું કારણ જણાવે છે. તે કહે છે કે, તેની અજીબ એક્શનને કારણે તે આવું કરે છે. જો કોઈ બેટ્સમેન ઝડપી શોટ મારે તો તે તુરંત પ્રતિક્રિયા આપી શકતો નથી. બાર્ન્સે આ કારણે પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી હેડગિયર પહેરીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂ ઝીલેન્ડમાં રમાતી સુપર સ્મેશ ટ્વેન્ટી 20 લીગમાં ઓટાગો ક્રિકેટ ટીમમાં મીડિયમ પેસર વૉરેન બાર્ન્સે નોર્થર્ન ડિસ્ટ્રિક્ટ સામે રમતી વખતે હેડ ગિયર (હેલ્મેટ) પહેરીને બોલિંગ કરી હતી. 25 વર્ષના વૉરેન બાર્ન્સની બોલિંગ એક્શન ખૂબ જ અલગ છે અને બોલ ફેંકતી વખતે તેનો ફોલો થ્રૂ નીચેની તરફ રહે છે.
ન્યૂ ઝીલેન્ડમાં વૉરેન બાર્ન્સ નામનો બોલર હેલ્મેટ પહેરીને બોલિંગ કરે છે. વૉરેન ન્યૂ ઝીલેન્ડની ઘરેલુ ટ્વેન્ટી 20 લીગમાં હેલ્મેટ પહેરીને બોલિંગ કરે છે.
ટી-20 ક્રિકેટના આગમન બાદ પહલાની તુલનામાં બેટ્સમેન ખૂબ ઝડપથી બેટિંગ કરે છે. ક્રિકેટનું ફોર્મેટ જેટલું નાનું હોય છે બેટ્સમેન એટલા ઝડપથી શોટ રમે છે. આઈપીએલ, બિસ બેસ લીગ અને હાલમાં જ ખત્મ થયેલ ટી-10 ટૂર્નામેન્ટમાં અનેક વખત તમે બેટ્સમેનને આક્રમક બેટિંગ કરતાં જોયા હશે. એવામાં બોલર ઉપરાંત અમ્પાયર પર શોટ લાગવાનું જોખમ રહે છે. ઘણી વખત ખેલાડી ઘાયલ પણ થઈ જાય છે. આ જ કારણ છે કે હવે બોલર અને અમ્પાયર માટે હેલમેટ જરૂરી થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -