ડેબ્યૂ મેચમાં જ પાકિસ્તાનના આ બોલરે નાંખ્યો ડ્રીમ સ્પેલ, જાણો વિગત
ત્રીજા દિવસની અંતે પાકિસ્તાને 3 વિકેટ ગુમાવી 45 રન બનાવી લીધા છે. પાકિસ્તાનની કુલ લીડ 325 રન પર પહોંચી ગઈ છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા પર હારનો ખતરો તોળાઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાના સાત બેટ્સમેનો ડબલ ફિગરમાં પણ પહોંચી શક્યા નહોતા. પાકિસ્તાને પ્રથમ ઈનિંગમાં 482 રન બનાવ્યા હતા. જેના કારણે તેમને ઓસ્ટ્રેલિયા પર 280 રનની લીડ મળી હોવા છતાં ફોલોઅન કરવાના બદલે બેટિંગમાં આવી હતી.
આસિફે ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબસચાગન, ટીમ પેની અને નાથન લાયન વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસે પણ 4 વિકેટ ઝડપી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 142 રન હતો અને 10 વિકેટ હાથમાં હતી પરંતુ આ બંનેના આક્રમણ સામે કાંગારુ ટીમ 202 રનમાં જ ઓલઆઉટ થઈ હતી.
દુબઈઃ કરિયરની પ્રથમ ટેસ્ટ રમી રહેલા પાકિસ્તાનના ઓફ સ્પિનર બિલાલ આસિફની છ વિકેટની મદદથી પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસના અંતે મજબૂત સ્થિતિ કરી લીધી છે. ડેબ્યૂ મેચમાં બિલાલે 36 રનમાં 6 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાની ઈનિંગ 202 રન પર પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -