નવી દિલ્હીઃ ના ના કર્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે પહોંચી ગઈ છે. પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાનું  કારણ આપીને સીરીઝ કેન્સલ કરી દીધી હતી. પાકિસ્તાને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનું વચન આપ્યું તો બાંગ્લાદેશ ત્રણ ટી20, એક વનડે અને બે ટેસ્ટ મેચની સીરીઝ એક સાથે ન રમવાને બદલે ટુકડામાં રમવાનો નિર્ણય કર્યો. 3 મેચની ટી20 સીરીઝ રમવા માટે બાંગ્લાદેશ ટીપ પાકિસ્તાન પહોંચી ગઈ છે. ત્યારે બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિજુર રહમાને પાકિસ્તાન રવાના થહા પહેલા એક ટ્વિટ કર્યું, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.


મુસ્તાફિઝુરે પાકિસ્તાન રવાના થતા પહેલા લોકોને દુઆની અપીલ કરી છે. તેણે લખ્યું છે કે - પાકિસ્તાન જઈ રહ્યો છું, અમને દુઆઓમાં યાદ રાખજો... તેણે આ ટ્વિટમાં એક તસવીર પણ પોસ્ટ કરી છે. જેમાં તેની સાથે ઘણા અન્ય ક્રિકેટરો પણ જોવા મળે છે.

આ પછી પાકિસ્તાનની ટીમના પ્રશંસકોએ તેનું સ્વાગત કરતા પોતાના દેશને સુરક્ષિત ગણાવ્યો હતો. તો કેટલાક પ્રશંસકે સુરક્ષા પર વિશ્વાસ નહીં હોવાના કારણે પ્રવાસ કરવા પર આશ્ચર્ય થયું હતું.


એક પ્રશંસકે લખ્યું હતું કે પાકિસ્તાન જવું વન વે ટિકિટ છે. ત્યાં સુરક્ષાનો કોઈ ભરોસો નથી. ભાઈ તમે લોકો બહાદુર છો પણ આ હકિકત છે. એક પ્રશંસકે લખ્યું હતું કે ભગવાન તમારી બધાની આતંકવાદીઓથી સુરક્ષા કરે.