આ પાકિસ્તાની ખેલાડી કરવા ગયો ધોનીની નકલ, લોકોએ કહ્યું તમારું કામ નહીં
નોંધનીય છે કે વેલિંગટન મેચમાં કીવીઝ ટીમે પાકિસ્તાની ટીમને સાત વિકેટે હાર આપી હતી. પાકિસ્તાનના 106 રનના ટાર્ગેટને ન્યૂઝીલેન્ડની ટીમે 15.5 ઓવરમાં એચિવ કરી લીધો હતો અને સીરીઝમાં 1-0થી લીડ પણ બનાવી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચ દરમિયાન પોતાને સ્ટમ્પમાં આઉટ થતો બચાવવા માટે પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે ભારતીય ખેલાડી ધોનીની નકલ કરી હતી, એટલે આઉટ થતાં બચવા માટે પોતાના બન્ને પગોને ખુલ્લા કરી દીધા, તેમછતાં આઉટ થઇ ગયો હતો. જોકે આ સીન બાદ સોશ્યલ મીડિયા પર લોકોએ સરફરાજને ટ્રૉલ કરીને કહ્યું કે, ધોનીની બરાબરી કરવી એટલી આસાન નથી.
સોશ્યલ મીડિયા પર લોકોએ સરફરાજને ટ્રૉલ કરી મજાક ઉડાવતા કહ્યું કે, ધોનીની બરાબર કરવી આટલી આસાન નથી, આવું કામ માત્ર પ્રૉફેશનલ લોકો જ કરી શકે છે. વળી કેટલાક લોકોએ કહ્યું કે ઇસ્લામમાં યોગ કરવા ઠીક નથી, તેથી આમ ના કરો.
ઉલ્લેખનીય છે કે, ગયા નવેમ્બરમાં આ જ અંદાજમાં એક સીન ક્લિક થયો હતો. જેમાં ન્યૂઝીલેન્ડ સામે ટી-20 મેચ રમતી વખતે ધોનીએ પોતાને આઉટ થતો બચાવવા માટે પોતાના બન્ને પગ ખોલીને બચાવ કર્યો હતો. જોકે, આ મેચમાં ધોની પોતાની વિકેટને બચાવી શક્યો હતો, પણ સરફરાજ આમ કરવામાં સફળ રહ્યો નહીં.
વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડના વેલિંગટનમાં સોમવારે ન્યૂઝિલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી એક મેચમાં એક અદભૂત સીન ક્લિક થયો, જેની સોશ્યલ મીડિયા પર ખુબ મજાક ઉડી. આ સીન ધોનીની નકલ કરતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -