કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક દિવસ પહેલા પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાહેરાત કરી હતી પરંતુ એક દિવસ બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હફિઝ અને વહાબ રિયાઝ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવેલા ખેલાડીઓ પૈકી કોવિડ-19 પોઝિટિવ આવેલા છે.


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, મોહમ્મદ હફિઝે બુધવારે સ્પષ્ટ કર્યુ કે તેનો અને તેના પરિવારના સભ્યનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોતાના દાવાના સબૂત તરીકે તેણે મેડિકલ રિપોર્ટ પણ પોસ્ટ કર્યો. હફિઝે અંગત રીતે પોતાનો અને પરિવારનો ટેસ્ટ કરાવ્યો હતો. આજે ટ્વિટ કરીને તેણે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાહેર કર્યુ હતું.

હફિઝે ટ્વિટ કરીને લખ્યું, પીસીબી પરીક્ષણના કાલના રિપોર્ટમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ મેં બીજા અભિપ્રાય તરીકે અને પોતાના સંતોષ માટે ખુદની સાથે પરિવારના સભ્યોનું પરીક્ષણ કરાવવાનો ફેંસલો લીધો હતો. જેમાં અમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમે બધા સુરક્ષિત છીએ.



આ પહેલા મોહમ્મદ હફિઝનો પીસીબી દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પોઝિટિવ આવ્યાની જાણકારી તેણે ખુદ ટ્વિટ કરીને આપી હતી, સાથે જ કહ્યું હતું કે મારામાં કોઈપણ પ્રકારના લક્ષણ નથી અને હું પૂરી રીતે ઠીક છું. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તાત્કાલિક અસરથી હું જાતે જ આઈસોલેટ થઈ ગયો હતો. છેલ્લા બે સપ્તાહથી હું પૂરી રીતે ઠીક છું અને પ્રેક્ટિસ પણ કરી રહ્યો છું.



ઈંગ્લેન્ડ પ્રવાસે જનારા પાકિસ્તાનના 10 ખેલાડી કોરોના વાયરસની તપાસમાં પોઝિટિવ આવ્યા હતા. પીસીબીએ સોમવારે રાત્રે ત્રણ ખેલાડીઓ પોઝિટિવ આવ્યાની જાહેરાત કરી હતી. જ્યારે મંગળવારે જાહેર કરેલા અપડેટ પ્રમાણે વધુ સાત ખેલાડી પોઝિટિવ આવ્યા હતા. જેમાં મોહમ્મદ હફિઝ અને વહાબ રિયાઝ જેવા સીનિયર ખેલાડી પણ સામેલ છે.
રિઝર્વ બેંક અંતર્ગત આવશે તમામ કો ઓપરેટિવ બેંક, મોદી કેબિનેટે લીધો મોટો ફેંસલો

સોનાએ રચ્યો ઈતિહાસ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલા પર પહોંચ્યો