હસન અલી અને શામિયા આરઝૂના નિકાહની ખબરો બંને દેશોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. બંનેના નિકાહની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. શામિયા આરઝૂ હરિયાણાના નૂંહા જિલ્લાના ચંદેની ગામની રહેવાસી છે. શામિયા એર એમિરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે. તેના પિતા લિયાકત અલી પૂર્વ પંચાયત અધિકારી છે.
પાકિસ્તાની ક્રિકેટર હસન અલીને લગ્ન માટે પાકિસ્તન ક્રિકેટ બોર્ડે 6 દિવસની રજા આપી હતી. શામિયા આરઝૂ અને હસન અલીના લગ્ન તેમના પરદાદાના પરિવાર દ્વારા થયા છે. હસન અલી એવા ચોથા ક્રિકેટર છે, જેણે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા છે. હસન અલીનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો છે. તેમના પ્રી-વેડિંગના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.