પાકિસ્તાનના આ બોલરે એક જ દિવસમાં ઝડપી 10 વિકેટ, ક્યા દેશના 6 બેટ્સમેન ઝીરોમાં ઉડ્યા ?
ફોલોઓન થયા બાદ ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગ્સમાં 2 વિકેટે 131 રન નોંધાવ્યા હતા. આમ, ઈનિંગ્સ પરાજયને ટાળવા ન્યૂઝીલેન્ડને હજુ 197 રન કરવાના છે. યાસિર શાહે યુએઇ ખાતે ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ પણ પૂરી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાસિર શાહે 8માંથી 7 વિકેટ 27 બોલમાં ઝડપી લીધી હતી. આ ઉપરાંત 41 રનમાં 8 વિકેટ સાથે યાસિરે પાકિસ્તાન માટે ત્રીજું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. 59 રનમાં 9 વિકેટ સાથે અબ્દુલ કાદિર પાકિસ્તાન માટે એક ઈનિંગ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ ધરાવે છે.
આ સાથે એક જ ઈનિંગ્સમાં સૌથી વધુ બેટ્સમેન શૂન્યમાં આઉટ થવાનો અણગમતો રેકોર્ડ પણ ન્યૂઝીલેન્ડે પોતાને નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડના ચોથા ક્રમથી 11 ક્રમના બેટ્સમેનોએ કુલ પાંચ રનનું યોગદાન આપ્યું હતું. જેમાં 8માંથી 6 બેટ્સમેન તો શૂન્ય રને આઉટ થયા હતા.
પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહે તરખાટ મચાવતા પ્રથમ ઈનિંગ્સમાં 8 અને બીજી ઇનિંગ્સમાં 2 એમ એક જ દિવસમાં 10 વિકેટ ઝડપવાનું કારનામું કર્યું હતું. પ્રથમ ઈનિંગ્સમાં પાકિસ્તાનના 5 વિકેટે 418ના સ્કોર સામે ન્યૂઝીલેન્ડનો સ્કોર 27 ઓવરમાં 1 વિકેટે 61 હતો. યાસિર શાહ ત્રાટકતાં ન્યૂઝીલેન્ડે 8.3 ઓવરમાં 29 રનમાં બાકીની 9 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડના 6 બેટ્સમેન શૂન્ય રનમાં જ પેવેલિયન પરત ફર્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -