પંડ્યા બંધુઓ હાર્દિક અને કૃણાલ વચ્ચે જામી ગયું યુધ્ધ, ક્યા દિગ્ગજ ક્રિકેટરે કરાવ્યું સમાધાન
બન્ને ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવા માટે વીરેન્દ્ર સહેવાગ આગળ આવ્યા અને તેમણે ટ્વીટ કર્યું, બાપ બડા ન ભૈયા સબસે બડા રૂપૈયા. લાગે છે કે આ ગીતને તમે બન્નેએ ખૂબ ગંભીરતાથી લઈ લીધું છે. લડાઈ ન કરો યાર...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટ્વિટર યુદ્ધ બાદથી જ લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, આ બન્નેએ વ્યક્તિગત મુદ્દો ટ્વિટર પર લાવવાના બદલે ઘરે રહીને સમાધાન લાવવું જોઈએ. જ્યારે કેટલાક લોકો તેને ટીખળ પણ ગણાવી રહ્યા છે.
તેના જવાબમાં હાર્દિકના મોટા ભાઈ કૃણાલે લખ્યું, આ શરૂઆતથી જ આવું થવું જોઈતું ન હતું. આખરે હું તારો મોટો ભાઈ એક કારણથી છું. ચાલો તેને મોટો મુદ્દો ન બનાવ.
ઉલ્લેખનીય છે કે, હાર્દિકે ટ્વીટ કર્યું કે, ક્યારેક તમારા જીવનમાં એવા લોકો તમને વધારે નિરાશ કરે છે જે તમારી સૌથી નજીક હોય છે. આ કૂલ નથી બ્રો...
જણાવીએ કે, થોડા દિવસ પહેલા જ આ બન્નેએ મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું છે. મૂળ ગુજરાતના વડોદરાના રહેવાસી બન્ને ભાઈ આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે. આઈપીએલ 10માં બન્ને ભાઈઓની જોડીએ ખૂબ ધૂમ મચાવી છે. મેદાન પર પોતાના પ્રદર્શન અને એક બીજા સાથે લાગણી માટે પણ આ બન્નેના ખૂબ વખાણ થાય છે.
મુંબઈઃ ટીમ ઇન્ડિયાના બે ભાઈઓની જોડી હાર્દિક અને કૃષાલ પાંડ્યા ટ્વિટર પર એક બીજા સાથે બાખડી પડ્યા. બન્ને ભાઈઓની લડાઈનું કારણ શું હતું તે સ્પષ્ટ નથી થઈ શક્યું. આમ તો કેટલાક લોકો તેને મજાકમાં લઈ રહ્યા છે. ત્યારે બન્ને વચ્ચે સમાધાન કરાવવા માટે વીરેન્દ્ર સહેવાગ આગળ આવ્યા અને તેમણે આ જોડીને લડાઈ ન કરવાની સલાહ આપી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -