નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આખરે વર્લ્ડકપ દરમિયાન ઇગ્લેન્ડમાં પોતાના ખેલાડીઓને પરિવાર સાથે રાખવાની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે કહ્યુ કે, 16 જૂનના રોજ ભારત સામેની મેચ બાદ ખેલાડીઓ પરિવાર સાથે રહી શકશે. પીસીબીએ તાજેતરમાં જ ઇગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની વન-ડે સીરિઝ દરમિયાન ખેલાડીઓને પોતાના પરિવાર સાથે રહેવાની મંજૂરી આપી હતી. પરંતુ ગયા મહિને કેપ્ટન સરફરાઝ અહેમદે વર્લ્ડકપમાં આ પ્રકારની સુવિધાનો અસ્વીકાર કરી દીધો હતો.

પીસીબીના એક અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાની ખેલાડી ઇચ્છતા હતા કે તેમની પત્ની અને બાળકોને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 12 જૂનની મેચ બાદ તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે.