ક્રિકેટની સૌથી રોમાંચક મેચઃ 1 રનમાં પડી 7 વિકેટ, બોલરે 4 બોલમાં ઝડપી 4 વિકેટ
છેલ્લી ઓવર ફેંકવા 16 વર્ષીય ડેનિયલ મલિકે બોલ હાથમાં લીધો. 57 રન બનાવી રમી રહેલા નાથન હૉક્સે પહેલા બોલે એક રન લીધો. બાદમાં મલિકે બાકીની ત્રણેય વિકેટો ઝડપી પીટરબોરો ક્લબને યાદગાર જીત અપાવી દીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીટરબોરોઃ ક્રિકેટ વિશ્વમાં અનેક રેકોર્ડ અવારનવાર બનતા જોવા મળે છે અને રેકોર્ડ પણ તૂટવા માટે જ બનતા હોય છે. એક બાજુ હાલમાં ક્રિકેટમાં રનના થતા ઢગલાને લઈને ચિંતન થઈ રહ્યું છે તો બીજી બાજુ એક એવી ઘટના બની છે જેમાં માત્ર એક રનની અંદર 7 વિકેટ પડી ગઈ હતી. પૂર્વ ઇંગ્લેન્ડના ક્લબ મેચમાં પીટરબોરો ક્લબે હાઈ વાયકોમ્બ ક્રિકેટ ક્લેબને જીતની સ્થિતિમાં હાર માટે મજબૂર કરી દીધી હતી.
પીટરબોરો ક્લબે પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા જેના જવાબમાં વાયકોમ્બની ટીમ 187 રન જ બનાવી શકી. 189 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ હાઈ વાયકોમ્બની ટીમ જીતથી માત્ર 3 રન દૂર હતી ત્યારે તેની પાસે 7 વિકેટો હતી. અહીંથી મેચનો રોમાંચ શરૂ થયો. ફાસ્ટ બોલર કેરન જોન્સે ચાર બોલમાં ચાર વિકેટો ઝડપી અને એકપણ રન ન આપ્યો.
7 બેટ્સમેનો ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા. આ સાથે જ પીટરબોરો ક્લબે ECB નેશનલ ક્લબ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -