‘15-20 વર્ષની સૌથી શ્રેષ્ઠ ભારતીય ટીમ’, શ્રેણી હાર છતાં કોચ શાસ્ત્રીનો દાવો
તેણે એમ પણ કહ્યું કે, સીરિઝનું પરિણામ 3-1 છે, જેનો મતલબ ભારતે સીરિઝ ગુમાવી દીધી છે. આ પરિણામથી એવી ખબર પડે છે કે સીરિઝ 3-1થી ભારતના પક્ષમાં કે બરાબરી પર પણ હોઈ શકતી હતી. ગત મેચ બાદ ખેલાડીઓએ દુઃખી થવું જોઈએ અને તેઓ દુઃખી પણ છે પરંતુ આ ટીમ સરળતાથી હાર માનવાની નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાસ્ત્રીએ કહ્યું, અમારા ખેલાડીઓએ અહીં પૂરું જોર લગાવ્યું. તમે છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ જોશો તો જણાશે કે અમે વિદેશમાં 9 મેચ જીતી અને ત્રણ સીરિઝમાં જીત મેળી છે. મેં છેલ્લા 15-20 વર્ષમાં કોઈપણ ભારતીય ટીમનું આટલા ઓછા સમયમાં આવું પ્રદર્શન જોયું નથી. આ ટીમમાં ખરેખર દમ છે.
શાસ્ત્રીએ એમ પણ કહ્યું, મને લાગે છે કે અમારે માનસિક રીતે મજબૂત થવું પડશે. અમે વિદેશોમાં ટક્કર આપી છે, પરંતુ હવે માત્ર આટલાથી કામ નહીં ચાલે. અહીંયાથી મેચ જીતવી પડશે. હવે અમારો પ્રયાસ એવું સમજવાનો છે કે અમે ક્યાં ભૂલો કરી અને તેમાં સુધારો કરીને આગળ વધવું પડશે.
શાસ્ત્રીએ કહ્યું, જ્યારે તમે મેચ હારો છો ત્યારે દુઃખ થાય છે. આ સમયમાં તમે તમારું મુલ્યાંકન કરો છે અને આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધીને લક્ષ્ય હાંસલ કરવાની કોશિશ કરો છે. જો તમે ખુદમાં વિશ્વાસ કરતા હશો તો એક દિવસ તમે આમ કરી શકશો.
ઓવલઃ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચ શુક્રવારથી ઓવલમાં શરૂ થશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી હારી ચુક્યું છે તેમ છતાં કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ભારતીય ટીમ છેલ્લા 15-20 વર્ષમાં વિદેશમાં સૌથી સારું પ્રદર્શન કરનારી ટીમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -