નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સલામી બેટ્સમેન ગૌતમ ગંભીર અને ફૂટબોલર સુનીલ છેત્રીને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી થી સન્માનિત કરાયા હતા. આ દરમિયાન ગૌતમ ગંભીરના માતા-પિતા અને પત્ની નતાશા પણ હાજર હતા. ગંભીરે ગત વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.


ભારતને બે-બે વર્લ્ડકપ જીતડનારો આ ક્રિકેટર મોદી માટે લડી શકે છે ચૂંટણી, જાણો વિગતે

ભારતને બે વર્લ્ડ કપ (2007માં ટી20 અને 2011 આઈસીસી વર્લ્ડ કપ) જીતાડનાર ગંભીરના કેરિયરમાં ઘણો ઉતાર-ચઢાવ આવ્યો. ગંભીરે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. ગંભીરે 3 ડિસેમ્બરે 2018ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી હતી.

રાષ્ટ્રપતિએ ગૌતમ ગંભીર સિવાય ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે. નોંધનીય છે કે છેત્રીએ હાલમાંજ આર્જેન્ટીનાના સ્ટાર લિયોનેલ મેસને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાના મામલે પાછળ પાડી દીધો હતો. છેત્રીએ ત્રણ નેહરુ કપ, એએફસી ચેલેન્જ કપ અને બે સૈફ ચેમ્પિયનશિપ જીતી છે.


આ વર્ષે 112 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોમવારે રાષ્ટ્રપતિએ 47 હસ્તિઓને સન્માનિત કર્યા હતા અને આજે 16 માર્ચ અન્ય 65 હસ્તિઓને પદ્ધ એવોર્ડથી સન્મામિત કર્યા હતા. આ વર્ષે ચાર લોકોને પદ્મ વિભૂષણ, 14 લોકોને પદ્મ ભૂષણ અને 94 લોકોને પદ્મ શ્રી એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભાજપના કયા સાસંદ સામે થઈ આચારસંહિતા ભંગની ફરિયાદ? જુઓ વીડિયો