ગુજરાત તરફથી રોહિત ગુલિતાએ શાનદાર રેડિંગ કરતા સુપર 10 રેડ પૂરી કરી. જ્યારે ડિફેન્ડર પરવેશ ભેસવાલે 5 હાઈ બનાવ્યા હતા. જો કે આ મેચમાં યૂપીના કેપ્ટન નિતેશ કુમારે પીકેએલમાં સૌથી ઝડપી 150 ટેકલ પોઈન્ટ પૂરા કર્યા હતા. 150 પોઈન્ટ માટે નિતેશ માત્ર 46 મુકાબલા રમ્યા છે.
આજની મેચ જીત્યા બાદ ગુજરાતના બે મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે. ગુજરાતે મેચના પ્રથમ હાફમાં લીડ બનાવી રાખી હતી. જેને તેમણે અંત સુધી જીત સાથે ખતમ કરી. આજની મેચ પહેલા બંગાળ વોરિયર્સે પણ યૂપી યોદ્ધાને હાર આપી હતી.અત્યાર સુધી યુપીના ખાતામાં એક પણ પોઈન્ટ નથી.