Pro Kabaddi league 2018: આજે હરિયાણા સ્ટીલર્સ અને ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ વચ્ચે મુકાબલો
ગુજરાત અને દિલ્હી બંને એક-એક મેચ રમી છે. ગુજરાત અને હરિયાણાએ હજુ જીતનું ખાતું નથી ખોલાવ્યું. તમામ મેચોની લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થઈ રહી છે. મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: દબંગ દિલ્હી સાથેની ઓપનીંગ મેચમાં ટાઈ પ્રાપ્ત કરનાર ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ પ્રો કબડ્ડી લીગની સિઝન 6ની બીજી મેચમાં હરિયાણા સ્ટીલર્સ સામે ટકરાશે. તેમની દિલ્હી સાથેની પ્રથમ મેચમાં મોટા ભાગના સમય દરમ્યાન જાયન્ટસ મોખરે હતા. પરંતુ મેચ 32-32 સાથે ટાઈ રહી હતી.
કોચ મનપ્રિત સિંઘે જણાવ્યું કે તે સિઝનની પ્રથમ મેચ હતી. કોઈપણ ટીમ માટે શરૂઆતની થોડીક મેચ આકરી બની રહેતી હોય છે. ટીમ યોગ્ય કોમ્બીનેશન પસંદ કરવાની પ્રક્રિયામાં છે. અને છેલ્લી મિનિટોમાં કેટલીક ક્ષતીઓ દૂર કરી હતી પરંતુ એવુ થતુ હોય છે. રૂતુરાજ કોરાવી અને કલાઈ આરસન જેવા ખેલાડીઓ માટે પ્રો કબડ્ડી લીગની પ્રથમ મેચ હતી. મને ખાત્રી છે કે જેમ ટુર્નામેન્ટ આગળ વધતી જશે તેમ તે બોધપાઠ લઈને પોતાની રમત સુધારશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -